લીમખેડામાં દબાણ હટાવ્યા બાદ લારી-પથારાવાળાઓનો રોજગાર છીનવાયો

દબાણ દૂર કરવાની કામગીરીથી નાના વેપારીઓ અને મજૂરો મુશ્કેલીમાં; ધંધો બંધ થતાં પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ.

લીમખેડા શહેરમાં રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી બાદ લારી-ગલ્લાવાળા, પથારાવાળા અને હાથલારી પર ધંધો કરતા વેપારીઓ તેમજ રોજિંદી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા દાહોદ-ગોધરા રોડ અને ઝાલોદ રોડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવતાં અનેક નાના વેપારીઓને રોજગાર છીનવાઈ ગયો હોવાની રજૂઆત સામે આવી છે. રોજ કમાઈને રોજ ખાવા પર નિર્ભર પરિવારો માટે હવે ઘરનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. લીમખેડામાં લાંબા સમયથી રોડની આસપાસ લારી-ગલ્લા, પથારાં અને હાથલારી પર વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા લોકો પોતાનો વ્યવસાય ચલાવાતા હતા. શાકભાજી, ફળો, નાસ્તો, ચા પાણી સહિતની વસ્તુઓ વેચીને અનેક પરિવારો રોજિંદી આવક મેળવતા હતા. કેટલાક લોકો નાના ધંધા ઉપરાંત દૈનિક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, દબાણ હટાવવાની કામગીરી બાદ આ લોકો માટે ધંધો કરવા માટેની જગ્યા ન રહેતાં તેમની આવક પર સીધી અસર પડી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, દબાણો દૂર કરવામાં આવ્યા બાદ તેઓને ફરીથી ધંધો ક્યાં અને કેવી રીતે શ‚ કરવો તે અંગે મુશ્કેલી ઊભી થઈ છે. ઘણા નાના વેપારીઓ પાસે પોતાની દુકાન કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા નથી. રોજિંદા વેચાણ માંથી મળતી આવકથી જ ઘરનું રાશન, બાળકોના શિક્ષણ, વીજળીનું બિલ અને અન્ય જ‚રી ખર્ચ કરવામાં આવતો હતો. હવે ધંધો બંધ થતાં આ તમામ ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે. દબાણ દૂર કરવાની કામગીરીનો હેતુ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને રસ્તાઓ ખુલ્લા કરવાનો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને આવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે કાર્યવાહી જ‚રી હોવાનું તંત્રનું વલણ છે. જોકે, બીજી તરફ નાના વેપારીઓનું કહેવું છે કે દબાણ દૂર કરવાની કામગીરી સાથે તેમના રોજગારની પણ વ્યવસ્થા થવી જોઈએ. રસ્તા પર દબાણ ન થાય તે રીતે યોગ્ય સ્થળે લારી-ગલ્લા અને પથારાં માટે જગ્યા ફાળવવામાં આવે તો તેઓ નિયમોનું પાલન કરીને ધંધો કરી શકે.

લીમખેડામાં દબાણ દૂર થયા બાદ નાના વેપારીઓ અને મજૂરોમાં રોજગાર ગુમાવવાની ચિંતા જોવા મળી રહી છે. કેટલાક પરિવારોમાં આવકનો મુખ્ય સ્ત્રોત બંધ થતાં ઘરનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. રોજિંદી આવક પર નિર્ભર લોકો માટે લાંબા સમય સુધી ધંધો બંધ રહેવું આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી તંત્ર દ્વારા આ પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેર નો વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા જ‚રી છે, પરંતુ તેની સાથે નાના વેપારીઓના રોજગારનું પણ રક્ષણ થવું જોઈએ. વહીવટી તંત્ર દ્વારા લારી-ગલ્લાવાળા, પથારાવાળા અને હાથલારી પર ધંધો કરતા વેપારીઓનું સર્વેક્ષણ કરી તેમને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં દૈનિક મજૂરોને પણ રોજગારની તકો મળી રહે તે માટે યોગ્ય આયોજન આવે તેવી માંગ છે. આ ઉપરાંત, કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. નાના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે એક તરફ શહેરના રસ્તાઓ ખુલ્લા રહી શકે અને બીજી તરફ વેપારી ઓનો રોજગાર પણ જળવાઈ શકે. નિયમિત સ્થળે ધંધો કરવાની મંજૂરી, સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોનું પાલન તથા યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બંને બાબતો વચ્ચે સંતુલન સાધી શકાય છે. આ માટે તંત્ર અને નાના વેપારીઓ વચ્ચે સંકલન જ‚રી બન્યું છે. હાલ લીમખેડામાં દબાણ દૂર કરવાની કામગીરી બાદ રોજગાર ગુમાવનારા નાના વેપારીઓ અને મજૂરોની મુશ્કેલી ચર્ચાનો વિષય બની છે. પરિવારનું ભરણ પોષણ કરવા માટે રોજિંદી આવક જ‚રી હોવાથી તંત્ર દ્વારા તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેની સાથે લારી-ગલ્લાવાળા, પથારાવાળા અને હાથલારી પર ધંધો કરતા વેપારીઓને પણ કાયદેસર વૈકલ્પિક વ્યવસ્થા મળે તે માટે હવે વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.