છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અશ્ર્વિન નદીના કિનારે વ્યવસ્થિત સ્માશાન ધાટ બનાવવાની ગ્રામજનોની વર્ષો જુની માંગ હજુ પણ પુરી થઈ નથી.
નસવાડી જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આશરે ૧૦ હજાર જેટલી વસ્તી હોવા છતાં અંતિમવિધિ માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. આદિવાસી અને દલિત સમાજના લોકો માટે નસવાડી-કલેડિયા રોડ પર ચુનાખાણ ગામ નજીક અશ્ર્વિન નદીના કિનારે આવેલા સ્મશાન ધાટનો ઉપયોગ કરે છે. સ્મશાન ધાટ સુધી પહોંચવા માટે બંને તરફનો રસ્તો મુશ્કેલ અને અસુવિધાજનક હોવાથી મૃતદેહને અંતિમવિધિ માટે લઈ જવામાં પરિવારજનો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્મશાન ધાટ ખાતે અંતિમવિધિ માટે યોગ્ય સગડી કે શેડની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાના કારણે વરસાદના દિવસોમાં પરિવારજનોની હાલાકી વધી જાય છે. વરસતા વરસાદમાં મૃતદેહની અંતિમવિધિ કરવી પડે છે. વર્ષોથી સ્મશાન ધાટના વિકાસ માટે રજુઆતો કરી રહ્યા છે. ચુંટણીના સમયે નેતાઓ ગામમાં આવી રસ્તો, શેડ સહિતની જરી સુવિધાઓ ઉભી કરવાની ખાતરી આપે છે અને ખોબેખોબા મત મેળવ્યા બાદ ફરી એ પ્રશ્ર્નોને ભુલી જાય છે.