છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

છોટાઉદેપુરના પ્રખ્યાત વાઘસ્થળ ડુંગરની તળેટીમાંથી એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનની ઓળખ માણકા ગામના રહેવાસી મેહુલ રાઠવા તરીકે થઈ છે.

વાઘસ્થળ ડુંગરની તળેટીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા. ધટના અંગે તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન માણકા ગામના મેહુલ રાઠવા હોવાનુ ખુલ્યુ છે. પોલીસે તુરંત જ મૃતદેહનો કબ્જો મેળવી તેને પંચનામાં બાદ પી.એમ.માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. યુવાન ડુંગરની તળેટી સુધી કઈ રીતે પહોંચ્યો અને તેનુ મોત કયા સંજોગોમાં થયુ તે અંગે હાલ રહસ્ય ધેરાયુ છે. પોલીસે મૃતકના પરિવારજનો અને આસપાસના વિસ્તારના લોકોની પુછપરછ હાથ ધરી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વિવિધ પાસાઓ પર તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.