ઘોઘંબા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજાય છે કે માત્ર કાગળ પર જ?

ગ્રામસભા અને સામાન્ય સભા અંગે લોકફરિયાદો વચ્ચે ખાનગી રાહે તપાસની માંગ, જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ હકીકત બહાર લાવવા રજૂઆત કરવાની ચર્ચા.

ઘોઘંબા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં નિયમિત ગ્રામસભા કે સામાન્ય સભા યોજાતી ન હોવાની લોકફરિયાદો સામે આવી રહી છે. જેને પગલે સમગ્ર મામલે તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી ગામલોકો પાસેથી વાસ્તવિક માહિતી મેળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

ઘોઘંબા તાલુકાની ભૌગોલિક હદ ઉત્તર તરફ રીંછવાણીથી શ‚ થઈ દામાવાવ, સીમલીયા થઈ દક્ષિણ તરફ હાલોલ તાલુકાની સરહદ નજીક આવેલા કાલસર, તાડકુંડલા અને નાથકુવા સુધી વિસ્તરેલી છે. પૂર્વ તરફ કાંટુ, માલુ, ગૂંદી, બાકરોલ, શામળકુવા, વીરાપુરા અને ગોદલી જેવા ગામોનો સમાવેશ થાય છે, જ્યારે પશ્ચિમ તરફ ફરોડથી વાડીનાથ સુધીનો વિસ્તાર આવે છે. તાલુકામાં કુલ ૧૦૦ જેટલાં ગામો અને ૯૬ ગ્રામ પંચાયતો આવેલી છે.

લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દરેક ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રામસભાઓ યોજાઈ? જો ગ્રામસભા યોજાઈ હોય તો તેની જાણ ગ્રામજનોને અગાઉથી કરવામાં આવી હતી કે કેમ? તેમાં કયા પ્રશ્નો રજૂ થયા અને રજૂ થયેલા પ્રશ્નોના શું નિરાકરણ આવ્યા? આ તમામ વિગતો જાહેર થાય તો સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.

ગ્રામસભા અંગે ગંભીર આક્ષેપો કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે કે, કેટલીક જગ્યાએ ગ્રામસભાની કાર્યવાહી માત્ર ઔપચારિકતા પૂરતી કરવામાં આવે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કર્મચારી દ્વારા ઘરે-ઘરે જઈ રજીસ્ટરમાં સહી કે અંગૂઠા લેવામાં આવે છે અને ત્યારબાદ ગ્રામસભાના દિવસે સરપંચના નજીકના લોકો તથા પંચાયત તરફેણમાં બોલતા વ્યક્તિઓને એકત્ર કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવતી હોવાના આક્ષેપો છે.

જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. તેથી તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ હકીકત સામે આવી શકે તેમ છે. જોરાપુરા-દાઉદ્રા ગ્રામજનોની રજૂઆત બાદ ચર્ચા તેજ તાજેતરમાં જોરાપુરા-દાઉદ્રા ગામના ગ્રામજનોએ હિંમત દાખવી જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે તાલુકાના અન્ય ગામોના ગ્રામજનો પણ ગ્રામસભા અને પંચાયતની કામગીરી અંગે પોતાના પ્રશ્નો રજૂ કરે તેવી શક્યતા છે.

ગ્રામજનોનું કહેવું છે કે, તંત્ર દ્વારા જો ખાનગી રાહે, ગ્રામજનોની ઓળખ જાહેર કર્યા વગર અને સ્થાનિક ભાષામાં સામાન્ય વાતચીતના સ્વ‚પે ગામની વાસ્તવિક સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવે તો ગ્રામસભા સહિત પંચાયતની કામગીરી અંગે સાચી હકીકત બહાર આવી શકે છે.

ઉઉઘ દ્વારા તપાસ થાય તો ચિત્ર સ્પષ્ટ થાય ગ્રામસભા એ ગ્રામજનોને ગામના વિકાસ, મૂળભૂત સુવિધાઓ, સરકારી યોજનાઓ અને સ્થાનિક પ્રશ્નો અંગે સીધી રજૂઆત કરવાની મહત્વપૂર્ણ લોકશાહી વ્યવસ્થા છે. તેથી જો કોઈ ગ્રામ પંચાયતમાં નિયમિત ગ્રામસભા કે સામાન્ય સભા યોજાતી ન હોય, અથવા તેની કાર્યવાહી માત્ર કાગળ પર થતી હોવાના આક્ષેપો હોય, તો તેની નિષ્પક્ષ તપાસ જ‚રી બને છે.

ગ્રામજનોની માંગ છે કે, જીલ્લા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા પાંચ વર્ષના ગ્રામસભાના રજીસ્ટર, હાજરીપત્રક, ઠરાવપોથી અને કાર્યવાહીનો રેકોર્ડ તપાસવામાં આવે તેમજ જ‚ર જણાય ત્યાં સ્થળ પર જઈ ગ્રામજનોના નિવેદનો લેવામાં આવે. આવી તપાસથી ગ્રામસભા ખરેખર યોજાઈ હતી કે માત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવી હતી, તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

ઘોઘંબા તાલુકો તલાટી કમ મંત્રી માટે “પેરીસજેવો છે. સરપંચ સાથે મળી વિકાસ ના કર્યો ને ગતી વધારવામાં વ્યસ્ત તો છે, પરંતુ વિકાસના કામોનો લાભ ગ્રામજનો કરતાં સરપંચ અને તલાટી કમ મંત્રી મંત્રીઓને વધારે થયો છે તે તલાટી કમ મંત્રી ઓની ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે પડતી ‚આબદાર એન્ટ્રી ઓથી સાબિત થાય છે.