ગોધરા રેલ્વે આર.પી.એફ. બેરેકની બાજુમાં ફાળવવામાં આવેલ ક્રિકેટ એમઝોન બંધ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વડોદરા ડી.આર.એમ. કચેરીએ લેખિત રજુઆત કરવામાં આવી છે.
ગોધરા રેલ્વે આર.પી.એફ. બેરેકની બાજુમાં ક્રિકેટ ગેમઝોનનું રેલ્વે દ્વારા ટેન્ડર આપવામાં આવેલ છે. જેની કામગીરી હાલમાં ચાલું છે. આ ક્રિકેટ બોકસ બનાવ્યા બાદ ૨૪ કલાક અસામાજીક તત્વો ક્રિકેટ રમવા આવશે. ગોધરા કાંડ બાદ સંવેદનશીલ ગણતા આ વિસ્તારમાં નાડીયાવાસ વિસ્તારમાં વરસાવટ કરતા બે જુથો વચ્ચે અવાર-નવાર પથ્થર મારતા અને રાયોટીંગ જેવા બનાવો અનેકવાર બનેલા છે. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદો પણ નોંધાવા પામેલ છે. જેમાં છેલ્લા વિવાદ ૨૦૧૮માં ગુનો દાખલ થયેલ છે અને હાલ ગોધરાની કોર્ટમાં કેસ પેન્ડીંગ છે. હાલ છેલ્લા ૭ વર્ષથી બન્ને જુથો શાંતિના વાતાવરણમાં જીવન જીવી રહ્યા છે. ગોધરા રેલ્વે સ્ટેશન નવું બનાવવામાં આવેલ છે. ત્યાંથી મુસાફરોની અવર-જવર થતી હોય છે. ત્યારે ત્યાંથી અવરજવર કરતા હોય તેવા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાય તેવી પણ શકયતાઓ છે. આ ક્રિકેટ બોકસ બન્યા બાદ માર્ં-બહેનોની છેડતીની શકયતા નકારી શકાય નહિ. ત્યારે આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને રેલ્વે દ્વારા ક્રિકેટ ગેમઝોનનું ટેન્ડર રદ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ. દ્વારા વડોદરા પ્રતાપનગર ડી.આર.એમ.ની કચેરીમાં લેખિત રજુઆત કરવામાં આવી છે.