સુખસરના લખણપુર ગામેથી બોગસ ઝોલાછાપ તબીબને રૂ.૪૯ હજારના દવાઓના જથ્થા સાથે ઝડપ્યો

સુખસર તાલુકાના લખણપુર ગામમાં બોગસ તબીબ દ્વારા ગ્રામજનોની સારવાર કરાતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો મળી આવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શ‚ કરવામાં આવી હતી.

સુખસર તાલુકાના લખણપુર ગામમાં ભાડાના મકાનમાં એક પરપ્રાંતિય યુવાન કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રેકિટ્સ માટેનુ પ્રમાણપત્ર વગર ક્લિનકી ચલાવી ગ્રામજનોની સારવાર કરતો હોવાની ચોકકસ બાતમીના આધારે દાહોદ જિલ્લા એસઓજીની ટીમ બાતમીના આધારે દાહોદ જિલ્લા એસઓજીની દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ૨૦ વર્ષિય પ્રાંજલ અસીત મંડલ મુળ પશ્ર્ચિમ બંગાળનો અને ઝાલોદ ખાતે રહેતો યુવાન દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. સ્થળ પર મેડિકલ અધિકારી દ્વારા તપાસ કરતા તેની પાસે સારવાર કરવા માટે જ‚રી લાયકાત કે માન્ય પ્રમાણપત્ર ન હોવાનુ સામે આવ્યુ હતુ. ક્લિનીકમાંથી અંદાજે ‚.૪૯ હજારથી વધુ કિંમતની વિવિધ પ્રકારની દવાઓ, ઈન્જેકશન, ગોળીઓ, બોટલ તેમજ સારવાર માટે વપરાતા મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ આરોપી વિરુદ્ધ વિવિધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.