ગોધરા અમન સોસાયટી જુના જકાતનાકાની પાછળ રહેતી ફરિયાદી બેનના લગ્ન તા.૨૭/૦૪/૨૦૨૫ નારોજ મુસ્લીમ સમાજના રીતિ રિવાજ મુજબ ઈદગાહ મહોલ્લા ખાતે આરોપી સાથે થયેલ હતા. ફરિયાદીબેન તેઓની બીજી પત્ની હોય તા.૨૯ જુનના રોજ ખોટો વ્હેમ શક રાખી ગાળો આપી મુકકો મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદીબેનન ભાઈ સમજાવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.
ગોધરા અમન સોસાયટી જુના જકાતનાકાની પાછળ રહેતી મહેજબીન મોહમંદ સીરાજ અંસારીના લગ્ન તા.૨૭/૦૪/૨૦૨૫ના રોજ ઈદગાહ મહોલ્લા ગોન્દ્રા ખાતે રહેતા શબ્બીર યાકુબ હયાત સાથે મુસ્લીમ રીતિ રિવાજ મુજબ થયેલ હોય તા.૨૯/૦૬/૨૦૨૬ના રોજ મારા ધરે હાજર હતી. ત્યારે પતિ શબ્બીર યાકુબ હયાત મારી પાસે આવ્યો હતો અને તું બીજા કોઈ જોડે વાતો કરે છે. તેવો ખોટો વ્હેમ શક રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ મોઢાના ભાગે આંખની નીચે મુકકો મારી ઈજાઓ પહોચાડી હતી અને ગડદાપાટુનો મારમાર્યો હોય પતિ શબ્બીર યાકુબ હયાત સુધરી જશે તેમ વિચારી ફરિયાદ કરી ન હતી. તેમ છતાં શબ્બીર યાકુબ હયાત ખોટો વ્હેમ શક રાખી મારઝુડ કરી ધર માંથી નિકળી જવા માટે ધમકી આપતો હોય પતિના અવારનવાર મારઝુડથી થાકીને ફરિયાદી બેનએ તેના ભાઈ સાહીર મોહમદ અંસારીને વાત કરતા તે શબ્બીર યાકુબ હયાતને સમજાવા જતા તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેને લઈ ફરિયાદીબેન મહેજબીન મોહમંદ સીરાજ અંસારી એ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.