દાહોદ જીલ્લાના દે.બારીયા તાલુકાના 21 કરોડના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરાયું

ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ- ધારાસભ્ય બચુભાઈ ખાબડ

પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારિયા તાલુકાના ડુખલી ઉધાવળા મોટા ફળિયા રોડ, મોટીખજુરી કાળીયા ફળિયા રોડ,વાંદર ભૂલવાણ રોડ, વડભેટ નવધરા પ્રાથમિક શાળા રોડ, સેવનિયા સાદરા ફળિયા રોડ સહિત ના અનેક રસ્તાઓનું 21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

ધારાસભ્ય બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે, જે ખાતમૂહુર્ત અને લોકાર્પણ પણ એ જ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે અને ચાલુ રહેશે.જેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે.

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, ગુજરાતે આજે વિકાસની હરણફાળ ભરી છે. જીલ્લામાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે. નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજનબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતર માળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે.