પોલીસ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત હોય છે અને મહિલાઓ પર થતા અત્યાચાર સામે ન્યાય અપાવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. પરંતુ જ્યારે પોલીસ વિભાગની જ મહિલા કર્મચારી દૃુષ્કર્મનો ભોગ બને, ત્યારે કાયદૃો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે. આવી જ એક શરમજનક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જેણે સમગ્ર શહેર અને પોલીસ બેડામાં ચકચાર મચાવી દૃીધી છે.
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના પર દૃુષ્કર્મ થયાની ફરિયાદૃ નોંધાવતા મામલો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, સોશિયલ મીડિયા મારફતે થયેલી ઓળખાણ બાદૃ આરોપીએ મહિલા કોન્સ્ટેબલને ડરાવી-ધમકાવીને તેની સાથે દૃુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ ફરિયાદૃમાં મૂકાયો છે.
ફરિયાદૃ અનુસાર, પીડિતા અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો હતો. શઆતમાં સામાન્ય વાતચીત બાદૃ આરોપીએ આ મિત્રતાનો ગેરફાયદૃો ઉઠાવ્યો. આરોપીએ ગંભીર પરિણામોની ધમકી આપી મહિલા પોલીસ કર્મચારી સાથે અનેકવાર દૃુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદૃમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
૨૦ જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદૃ નોંધાયા બાદૃ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા અને સંવેદૃનશીલતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી ડીવાયએસપી આર. આર. િંસઘલને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે.
રક્ષક જ જ્યારે સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા અંગે પણ પ્રશ્ર્નો ઊભા થાય છે. આ ઘટનાએ ભાવનગરમાં ‘ટોક ઓફ ધ ટાઉન બનીને પોલીસ તંત્રને પણ ઝંઝોળી નાખ્યું છે.