
ગોધરા તાલુકાના કેવડીયા ગામ પીકઅપ સ્ટેન્ડ હાઈવે રોડ ઉપરથી પસાર થતી બોલેરોને પીકઅપ નંબર એમએચ.12.કયુજી.6162ને એલ.સી.બી. પોલીસે રોકી હતી અને તપાસ કરતા ભારતીય બનાવટનો પ્લાસ્ટીક કવાટરીયા પેટીઓ નંગ-215 તથા મોબાઈલ, પ્લાસ્ટીકના ઈંડા આકારના કેરેટ રોકડા રૂા.17,800/- મળી કુલ રૂા.26,98,400/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોધરા તાલુકાના કેવડીયા ગામ પીકઅપ સ્ટેન્ડ પાસે ગોધરા એલ.સીબી. પોલીસ વાહન ચેકીંગમાં હતી. દરમિયાન પસાર થતી બોલેરો પીકઅપ નંબર એમએચ.12.કયુજી.6162ને રોકી હતી અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પીકઅપ ગાડીમાં પ્લાસ્ટીકના ઈંડા આકારના કેરેટની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પ્લાસ્ટીક કવાટરીયાની પેટીઓ નંગ-215 કિંમત રૂા.51,600/-નો દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ ગાડી માંથી પ્લાસ્ટીકના ઈંડા આકારના કેરેટ નંગ-600 કિંમત રૂા.60,000/-, મોબાઈલ ફોન તેમજ પકડાયેલ ચાલક રવિ ઉર્ફે પ્રકાશ બિરદારામ બિશ્ર્નોઈ (રહે. જેસલાજી.ફલોરી, રાજસ્થાન) પાસેથી રોકડા રૂા.17,800/-નો મળી આવ્યો હતો. પોલીસ કુલ રૂા.26,98,400/-નો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.