ધોધંબા આઈ.ટી.આઈ. સામે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

ધોધંબા આઈ.ટી.આઇ. નજીક રોડ ઉપરથી પસાર થતી બાઈકને અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધોધંબા રેફરલમાં પ્રાથમિક સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.

ધોધંબા આઈ.ટી.આઈ. પાસે રોડ ઉ5ર પસાર થતા અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક નંબર જીજે.17.સીએન.5662 લઈ પસાર થતા અરૂણભાઇ મુકેશભાઇ ઓડ (રહે. ધોધંબા, ઓડ ફળીયા)ને અડફેટમાં લઈ અકસ્માત સર્જાતા અરૂણભાઇને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ધોધંબા રેફરલમાં ખસેડતા દવાખાનામાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.