
દર વર્ષ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં મેટ્રો સિટી અમદાવાદમાં યોજાતા કાંકરિયા કાર્નિવલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઇ તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.
આ વર્ષે પણ એએમસી દ્વારા કાનવલને વિશિષ્ટ બનાવવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ ૨૦૨૫નો ઉદ્ઘાટન કાર્યક્રમ ૨૫ ડિસેમ્બર, સાંજે ૭ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.
સાત દિવસ ચાલનારા આ રંગારંગકાર્નિવલમાં મહેમાનોને અનેક નવા અને ખાસ શો જોવા મળશે. એમાં ખાસ કરીને ડ્રોન શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો અને પાયરો શો (ફાયર ડાન્સ) સહિતના કાર્યક્રમો યોજાશે.
અમદાવાદમાં ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ૨૦૨૫ દરમિયાન ગુજરાતી સંગીત અને મનોરંજનના અનેક દિગ્ગજ કલાકારો લાઈવ પર્ફોર્મન્સ કરશે. જેમાં સંભવિત રીતે ર્ક્તિીદાન ગઢવી, પ્રિયંકા બાસુ, સંકેત ખંડેર બેન્ડ, પાર્થ ઓઝા, શિવાની દેસાઈ, ગીતાબેન રબારી, નિરજ ગજ્જર, અક્ષય તમયચા, મિતાલી નાગ, મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિી (સ્ટેન્ડઅપ કોમેડી), બ્રીજદાન ગઢવી, ઇશાની દવે સહિતના લોકો લાઈવ પર્ફોર્મન્સ કરશે.
આ સાથે દરરોજ રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય ડ્રોન શો આખા કાંકરિયા તળાવને રંગીન પ્રકાશોથી ઝગમગાવશે. ૨૬ ડિસેમ્બરથી રોજ સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ યોજાશે. મહત્વનું છે કે, અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાનવલ ૨૦૨૫માં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી નથી. અહીં તમને આખો દિવસ મફતમાં મજા કરવા મળશે. હવે આપણે કાંકરિયા કાનવલ ૨૦૨૫માં પ્રવેશની વાત કરીએ તો પ્રવેશનો સમય સવારે ૪:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધીનો હશે.