ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય બેઠક મહા મંડલેશ્ર્વર મંદિર ચિત્રોડિયા ખાતે યોજાઈ

તાલુકા પંચાયતના તમામ ૨૦ ચૂંટાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત, નવી સમિતિઓની રચના સહિત વિકાસ અને જનસુખાકારીના મુદ્દાઓ પર ચર્ચા.

ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક બુધવારે મહા મંડલેશ્ર્વર મંદિર, ચિત્રોડિયા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ ૨૦ સભ્યો હાજર રહ્યા હતા.

બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી નાનજીભાઈ રાઠવા, ઉપપ્રમુખ તેજલબેન ભાભોર, તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ઝાલોદ તાલુકા સંકલન સાથે જોડાયેલા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભાની શ‚આત ગત તા. ૨૫/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલી પ્રથમ બેઠકની કાર્યવાહી વાંચીને બહાલી આપવાથી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતની નવી સમિતિઓની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિ તથા સામાજીક ન્યાય સમિતિની રચના માટે જ‚રી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

બેઠક દરમિયાન તાલુકા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી કુદરતી આફતો અને આકસ્મિક પરિસ્થિતિઓમાં અસરગ્રસ્તોને સમયમર્યાદામાં સહાય મળી રહે તે માટે આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તાલુકા પંચાયત કચેરીના વહીવટી ખર્ચને મંજૂરી આપવા અને કચેરીના કામકાજને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે કોમ્પ્યુટર ઓપરેટર, પ્યૂન (સેવક) સહિતના સ્ટાફની આઉટસોર્સિંગથી નિમણૂક કરવા તેમજ પગારધોરણ નક્કી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને બેઠક દરમિયાન તાલુકાના ચૂંટાયેલા સભ્યો પાસેથી પોતાના વિસ્તારના વિકાસલક્ષી કાર્યો, પ્રાથમિક સુવિધાઓ અને જનસુખાકારી સંબંધિત પ્રશ્નો અંગે સૂચનો અને રજૂઆતો મેળવવામાં આવી હતી. સભ્યોએ રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ સૂચનો પર સભામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જ‚રી આયોજન અને કામગીરી કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

બેઠકના અંતે પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા અન્ય મુદ્દાઓ પર પણ સભ્યોએ ચર્ચા કરી જ‚રી સૂચનો આપ્યા હતા. સમગ્ર બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં તાલુકાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.