ઝાલોદમાં પોલીસ ચેકીંગ દરમિયાન નશાની હાલતમાં એમ્બ્યુલન્સ ચલાવતો યુવક ઝડપાયો

ફરજ પર ગંભીર બેદરકારી દા‚ પીધેલી હાલતમાં એમ્બ્યુલન્સ હંકારતા ચાલક સામે કાર્યવાહી, સદ્ભાગ્યે કોઈ દર્દી હાજર ન હતો.

ઝાલોદ ટાઉન વિસ્તારમાં ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ચેકીંગ દરમ્યાન એક ગંભીર ઘટના સામે આવી છે. ઝાલોદઠુંઠી કંકાસીયા જાહેર રોડ ઉપર એક ઇસમ પોતાની કબ્જાની ફોરસ કંપનીની ટ્રાવેલ્સ એમ્બ્યુલન્સ (GJ-18-BW-6829) અનિયમિત રીતે ચલાવતો નજરે પડતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન એમ્બ્યુલન્સ ચાલક દા‚ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. તેની આંખો લાલચોળ દેખાતી હતી તેમજ તે પોતાનું શરીર સંતુલન યોગ્ય રીતે જાળવી શકતો ન હતો. પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં દારૂ પીવા બાબતે તેની પાસે કોઈ પાસ કે પરમિટ હોવાનો પુરાવો રજૂ કરી શક્યો ન હતો.

આ ચાલકની ઓળખ અલ્પેશભાઈ શનાભાઈ ડામોર (ઉંમર ૨૧ વર્ષ, ધંધો ખેતી, રહે. દોલ ખાખરા, તા. ખાનપુર, જી. મહીસાગર) તરીકે કરવામાં આવી હતી. દારૂ પીધેલી હાલતમાં એમ્બ્યુલન્સ જેવી મહત્વની અને જીવનરક્ષક સેવા સાથે જોડાયેલી ગાડી ચલાવવી ફરજ પરની ગંભીર બેદરકારી ગણાય છે. સદ્ભાગ્યે તે સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી હાજર ન હોવાથી મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું નોંધાયું છે.

આ સમગ્ર મામલે સદર ઇસમ વિ‚દ્ધ મોટર વાહન અધિનિયમ કલમ ૧૮૫ તેમજ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી) મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી જાહેર સુરક્ષા અને માર્ગ સલામતી પ્રત્યે કડક વલણ દર્શાવે છે.