ઝાલોદ પાસે નંબર વગરના ટ્રેક્ટરની અડફેટે યુવકનું મોત, પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો

સ્વરાજ કંપનીના ૭૩૫ ટ્રેક્ટર ચાલકની બેદરકારી બની જીવલેણ, સારવાર દરમ્યાન ૨૩ વર્ષીય યુવકનું અવસાન.

ઝાલોદ તાલુકામાં માર્ગ અકસ્માતની એક ગંંભીર ઘટના સામે આવી છે. ગઇકાલે તા.૦૮/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના સમયે સંકલ્પકુમાર સુરેશભાઈ વસૈયા (ઉ.વ.૨૩), ધંધો ડ્રાઇવિંગ, રહે. કલજીની સરસવાણી, તા. ઝાલોદ, જી. દાહોદ, પોતાના કામ અર્થે મોટર સાયકલ નંGJ-20 AS-9876 લઇ ઝાલોદ તરફ ગયેલ હતા. તે દરમિયાન સાંજના આશરે સાત વાગ્યાના સુમારે ઝાલોદ ખાતે એક નંબર વગરનું ટ્રેક્ટર પસાર થતું હતું.

આ સમયે સંકલ્પકુમારે ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ટ્રેક્ટર ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારતાં તેમની મોટર સાયકલને અડફેટમાં લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સંકલ્પકુમાર મોટર સાયકલ સાથે જમીન પર પટકાયા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ભારે રક્તસ્રાવ થયો હતો તથા તેઓ બેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગયા હતા.

પરિવારજનોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ સમયસર વાહન ન આવતા ગંભીર હાલતમાં તેમને બોલેરો ગાડી મારફતે દાહોદ સ્થિત સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવી પ્રાથમિક સારવાર બાદ આઈ.સી.યુ.માં દાખલ કર્યા હતા. સારવાર ચાલુ હોવા દરમિયાન આજે તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના બે એક વાગ્યાના સુમારે ડોક્ટરોએ સંકલ્પકુમારનું અવસાન થયાનું જાહેર કર્યું હતું.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ટ્રેક્ટર સ્વરાજ કંપનીનું મોડેલ ૭૩૫ હતું અને તેના આગળ પાછળ કોઇ નંબર લખેલ ન હતો. ટ્રેક્ટર ચાલકની બેદરકારી અને ગફલતના કારણે આ અકસ્માત થયો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ ઝાલોદ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિ‚દ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવી છે.

યુવાનના અચાનક અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે ફરીયાદના આધારે તપાસ શ‚ કરી છે અને અકસ્માતમાં સંડોવાયેલા નંબર વગરના ટ્રેક્ટરની શોધખોળ હાથ ધરી છે.