લગ્ન પ્રસંગથી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત, દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પિતાનું મોત.
તા.૦૮/૦૨/૨૦૨૬ના રોજ જાફરપુરા ગામ નજીક એક કણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખરસાણા ગામના રહેવાસી પુનીયાભાઈ રેવાભાઈ વગેલા પોતાની પત્ની શુકલીબેન અને દીકરી નિલમબેન સાથે મોટર સાયકલ નં. ૠઉં-૧-ઉઙ-૧૬૧૪ ઉપર વગેલા ગામે કુટુંબીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે છએક વાગ્યાના સમયે જાફરપુરા ગામના રોડ પર પહોંચતા જ સામે તરફથી આવતી ઈકો ગાડી નં. ૠઉં-૨૦-ઈઅ-૬૫૨૬ ના ચાલકે ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેમની મોટર સાયકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં પુનીયાભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્ની શુકલીબેન અને દીકરી નિલમબેનને પણ માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી ગંભીર હાલતમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી, જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામને ઝાલોદ સરકારી દવાખાને લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
દુ:ખદ વાત એ છે કે, દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પુનીયાભાઈએ દમ તોડી દીધો હતો, જ્યારે શુકલીબેન અને નિલમબેનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પરિવારજનો દાહોદ ઝાયડસ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ અકસ્માત ઈકો ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન ચલાવવાના કારણે સર્જાયો હોવાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે. મૃતકના પરિવારજનોએ કાયદેસર કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ શ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.