વેજલપુરનું ગૌરવ જે.સી.એજ્યુકેશન સોહેલ જમાલને નવી દિલ્હીમાં અભિનેતા સોનું સુદ દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ આપી સન્માનિત કરાયા

વેજલપુરના સોહેલ જમાલને નવી દિલ્હી ખાતે અભિનેતા સોનુ સૂદના વરદ હસ્તે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ માટે ગૌરવની ક્ષણ નવી દિલ્હી સ્થિત The Tivoli Hotel ખાતે આયોજીત ભવ્ય Bharat Leadership Summit 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના સોહેલ જમાલને અભિનેત સોનુ સૂદના વરદ હસ્તે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અભિનેત સોનુ સૂદએ લોકડાઉન દરમિયાન અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી દેશભરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર રિયલ હીરો બન્યા હતા. એજ રિયલ હીરો સોનુ સૂદના વરદ હસ્તે જે.સી. એજ્યુકેશનના સોહેલ જમાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સોહેલ જમાલ દ્વારા વેજલપુર ખાતે સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી. એજ્યુકેશન દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી, કોમ્પ્યુટર ક્ષેત્રે શ્રેષ્ઠ લોગો ડિઝાઇન તૈયાર કરવાની સર્જનાત્મક આવડત તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ અને કૌશલ્યના માધ્યમથી જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કરવામાં આવતી સતત મહેનતને બિરદાવતાં તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ વિદ્યાર્થીઓને માત્ર કોમ્પ્યુટર શિક્ષણ જ નહીં, પરંતુ તેમના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે.આ સન્માનથી વેજલપુર ગામ, પંચમહાલ જીલ્લો અને સમગ્ર પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે.

સોહેલ જમાલે આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, પત્ની, ભાઈ-બહેનો અને સહયોગીઓના આશીર્વાદ, પ્રેમ તથા સહકાર આપ્યો હતો. આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ શિક્ષણ અને મહેનત દ્વારા ગામનું નામ રોશન કરવાની પ્રેરણાદાયી સફર છે. જેથી જે સી એજ્યુકેશન કોપ્યુટર કલાસ ના સંચાલક શિક્ષક સોહેલ જમાલએ કોપ્યુટરના શિક્ષણ ક્ષેત્રે નવી દિલ્હી ખાતે એવોર્ડ મેળવી વેજલપુર ગામનું ગૌરવ વધાર્યું છે