મકરપુરા વિસ્તારમાં ઉતરાયણની પર્વ સંધ્યાએ એક સામાન્ય તકરારે ખુની ખેલનું સ્વરુપ લઈ લીધું. વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દૃેવામાં આવ્યો. આ ઘટનામાં મૃતકની ભાભી અને ભત્રીજીની ચીસો વચ્ચે નરાધમોએ હત્યાને અંજામ આપ્યો હતો. પરિવારજનોએ મૃતદૃેહ સાથે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓએ દૃોડવું પડ્યું હતું.
વડોદૃરા શહેરના મકરપુરા વિસ્તારમાં શિવશક્તિ નગરની જશોદૃા કોલોનીમાં ઉતરાયણની આગલી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો. ઘટનાની વિગત એવી છે કે, મૃતક અનુપ ગજાનંદૃ પટેલના ઘર પાસે પડોશમાં રહેતા સુભાષ રામવૃક્ષ યાદૃવે પોતાની પીકઅપ ગાડી પાર્ક કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા મૃતક અનુપ પટેલે પાર્ક કરેલી ગાડીની ચાવી લઈ લીધી હતી. બસ, આટલી જ વાતમાં મામલો બીચકયો હતો. ગાડીની ચાવી લઈ લીધાની જાણ થતા જ ઉશ્કેરાયેલા સુભાષ યાદૃવે તેના ભાઈ મનુ યાદૃવ અને ભત્રીજા રાહુલ યાદૃવને બોલાવી લીધા હતા. આ નરાધમોએ અનુપ પટેલ પર તૂટી પડી ગડદૃાપાટુનો માર માર્યો હતો અને આવેશમાં આવી જઈને અનુપ પટેલનું માથું જોરથી લોખંડની જાળી સાથે અથડાવી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી.
જશોદૃા કોલોનીમાં ખેલાયેલા આ ખૂની ખેલ વખતે મૃતકને બચાવવા માટે તેમની ભાભી અને ભત્રીજીએ ભારે મથામણ કરી હતી, તેઓ સતત બૂમો પાડતા રહૃાા હતા. ઘટના બાદૃ પોલીસને જાણ કરાતા મકરપુરા પોલીસ સ્ટેશન નો કાફલો સ્થળ પર દૃોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સુભાષ યાદૃવ સહિત પિતા-પુત્રની જોડી મનુ યાદૃવ અને રાહુલ યાદૃવની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે ત્રણ આરોપીને પકડ્યા, પરંતુ પરિવારનો આક્ષેપ હતો કે હુમલાખોરોનું મોટું ટોળું હતું અને પોલીસે માત્ર ત્રણ લોકો સામે જ કાર્યવાહી કરી છે. જેના વિરોધમાં રોષે ભરાયેલા પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મૃતદૃેહ સ્વીકારવાને બદૃલે લાશ સાથે મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પોલીસ મથક બહાર જ ન્યાયની ગુહાર સાથે હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ પારખીને ડીસીપી ઝોન-૩ તાત્કાલિક પોલીસ મથકે દૃોડી આવ્યા હતા. મૃતકના પત્ની અને પુત્રએ આક્રંદૃ સાથે આક્રમક માંગ કરી છે કે આ હત્યામાં સામેલ તમામ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે અને તેમને ફાંસીની સજા મળે.
પરિવારના આક્રોશ બાદૃ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ આરોપીઓની ધરપકડ કરવાનું આશ્ર્વાસન આપ્યું છે. હાલ તો વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ક્ષણિક આવેશ કઈ રીતે હસતા રમતા પરિવારને બરબાદૃ કરી નાખે છે, આ ઘટના તેનો લાલબત્તી સમાન કિસ્સો છે.