યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૬: અમદાવાદમાં ૨૪ મેના રોજ કડક પોલીસ પ્રતિબંધો

અમદાવાદ: દૃેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિન પરીક્ષા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) એક્ઝામ-૨૦૨૬ તા. ૨૪ મે, ૨૦૨૬ના રોજ યોજાવાની છે. આ પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, યુ.પી.એસ.સી., નવી દિલ્હી દ્વારા આયોજિત સિવિલ સર્વિસિસ (પ્રી) પરીક્ષા-૨૦૨૬ તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અમદૃાવાદૃ શહેરના કુલ ૫૧ પરીક્ષા કેન્દ્રોએ બે શિટમાં લેવામાં આવશે.

પરીક્ષાર્થીઓને શાંત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં પરીક્ષા આપવાની તક મળે અને પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ જાહેરનામું જારી કર્યું છે.

પ્રતિબંધિત વિસ્તાર:

પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ વિસ્તારો.

ઝેરોક્સ સેન્ટર/દૃુકાનો માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧ કિલોમીટરની ત્રિજ્યા.

પ્રતિબંધિત કૃત્યો:

પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓના જમા થવા પર પ્રતિબંધ.

પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્સ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ.

પરીક્ષા સ્થળની આસપાસ મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ.

સક્ષમ અધિકારી સિવાય અન્ય કોઈ વિદ્યાર્થી કે શિક્ષક દ્વારા મોબાઇલ અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક વિજ્ઞાનુ ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ.

પરીક્ષા સ્થળે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ.

ગેરરીતિ માટે વપરાય તેવી કોઈપણ સામગ્રી અથવા અનધિકૃત લેખન સાધન લઈ જવા પર પ્રતિબંધ.

પરીક્ષા કેન્દ્રની આસપાસ વાહનો પાર્ક કરવા અથવા ઊભા રાખવાથી જાહેર વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થાય તે પર પ્રતિબંધ.

પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ જવા પર પ્રતિબંધ.

અપવાદૃ: ફરજ પરના પોલીસ, હોમગાર્ડ અને પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહીં.

સમયગાળો: આ જાહેરનામું તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ સવારે ૭:૩૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

શિક્ષા: આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે સજા થઈ શકે છે.