
અમરેલી જિલ્લામાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલ, દૃૂધ તેમજ જીવન જરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આમ આદૃમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મોંઘવારી હટાવો, સામાન્ય જનતાને રાહત આપો, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો જેવા સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આમ આદૃમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય માણસનું ઘરખર્ચ બગડી ગયું છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા શાકભાજી, અનાજ, દૃૂધ અને અન્ય જીવન જરી વસ્તુઓના ભાવ પણ સતત વધી રહૃાા છે. જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે.
અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે “વધતી મોંઘવારીના કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે અને જો સરકાર દ્વારા વહેલી તકે અસરકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદૃોલન કરવામાં આવશે.
આમ આદૃમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે રોજબરોજની જરિયાતની વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૃૂધ અને દૃવાઓના વધેલા ભાવથી લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકાર મોંઘવારી કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન બાદ પાર્ટીના આગેવાનો દ્વારા જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં પેટ્રોલ-ડીઝલ ઉપરના ટેક્સમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવા, દૃૂધ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા તેમજ મોંઘવારી ઘટાડવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.