
હવે આગામી સપ્તાહે તાલુકા અને જિલ્લા પંચાયત હોદ્દેદારો નક્કી થશે
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. હવે ભાજપ પ્રદૃેશ પ્રમુખ જગદી શભાઈ વિશ્ર્વકર્માના નેતૃત્વમાં હોદ્દેદારોની નિયુક્તિ અંગે થયેલા લાંબા મંથન બાદ જાહેરાતનો દોર શ થયો છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ ૮૪માંથી ૭૭ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ થઇ છે. એટલે કે જ્યાં ભાજપાને બહુમતી મળી તે નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા અને દૃંડક સહિતના પદો માટે નિયુક્તિઓ કરવામાં આવી છે. ભાજપે ઝોન વાઇસ નગરપાલિકાના હોદ્દેદારો નિયુક્તિ કરી છે. જેમાં ભાજપે રાજ્યના ચાર ઝોન વાઇસ નિયુક્તિ પૂર્ણ કરી છે.
જે મુજબ ભાજપે સૌરાષ્ટ્ર ઝોનમાં દૃેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકામાં વિજયભાઈ નારણભાઈ કનારાને પ્રમુખ તરીકે અને આશાસાબાઈ સામાભાઈ લુવાને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. રાજકોટના ગોંડલમાં મનીષાબેન દૃીપકભાઈ ગોવાલી પ્રમુખ પદૃ સંભાળશે. મોરબીના વાંકાનેરમાં રમેશભાઈ વશરામભાઈ વોરા અને ટંકારામાં પંકજભાઈ અમૃતલાલ કારેલિયાની પ્રમુખ તરીકે વરણી થઈ છે. ભુજ નગરપાલિકામાં શીતલબેન શાહ અને અંજારમાં ધર્મિષ્ઠાબેન ખાંડેકા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આમ સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ દૃેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા, રાજકોટ જિલ્લાની ગોંડલ, મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા જ્યારે જૂનાગઢ જિલ્લાની કેશોદ તેમજ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ, ઊના, સુત્રાપાડા, તલાળા જ્યારે અમરેલી જિલ્લાની અમરેલી, સાવરકુંડલા, બગસરા, દૃામનગર, બાબરા, ધારી અને ભાવનગર જિલ્લાની પાલીતાણા, મહુવા, વલ્લભીપુર તેમજ બોટાદ જિલ્લાની બોટાદ બરવાળા અને ઝાલાવાડમાં આવતી સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, ચોટીલા નગરપાલિકા હોદ્દેદારો નિમણુક પૂર્ણ કરી છે.
આ પ્રમાણે મધ્ય ઝોનમાં પણ વિવિધ નગરપાલિકાની નિમણુક કરવામાં આવી છે. જેમકે વડોદરાના પાદૃરામાં દિપેશભાઈ પંચાલ અને સાવલીમાં ડો. મોનાલી શાહ પ્રમુખ બન્યા છે. આણંદૃના બોરસદમાં પૂર્વીબેન પટેલ અને પેટલાદમાં કોકિલાબેન તળપદૃાને પ્રમુખની જવાબદૃારી સોંપાઈ છે. પંચમહાલના ગોધરામાં જશાદૃાબેન પ્રજાપતિ પ્રમુખ તરીકે સેવા આપશે. આમ વડોદૃરા જિલ્લાની પાદરા, સાવલી, વાઘોડિયા, તેમજ છોટાઉદૃેપુર જિલ્લાની બોડેલી અને પંચમહાલ જિલ્લાની ગોધરા, શહેરા તેમજ દાહોદ જિલ્લાની દાહોદ તેમજ આણંદ અને ખેડા જિલ્લાની બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ, સોજિત્રા, તારાપુર, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા અને ભરૂચ અને નર્મદા જિલ્લાની ભચ, અંકલેશ્ર્વર, જંબુસર, રાજપીપળા હોદ્દેદૃારોની નિમણુક પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ઉત્તર ઝોન આવતા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની આવતી વિરમગામ, ધોળકા, બારેજા, કલોલ, દહેગામ, િંહમતનગર, ઈડર, મોડાસા, બાયડ, ઊંઝા, વિસનગર, કડી, વિજાપુર, બેચરાજી, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ નગરપાલિકાના હોદ્દેદૃારો નિમણુક પૂર્ણ કરી છે. જેમકે ગાંધીનગરના કલોલમાં જયશ્રીબેન પટેલ પ્રમુખ બન્યા છે. મહેસાણાના ઊંઝામાં હિમાબેન પટેલ અને વિસનગરમાં આશાબેન પટેલ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા છે.દક્ષિણ ઝોન સમાવિષ્ટ વલસાડના ઉમરગામમાં ખુશબૂ જાદવ અને સુરતના બારડોલીમાં નિલમબેન વ્યાસની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. તાપીના વ્યારામાં પ્રિયાબેન પટેલ પ્રમુખ પદ સંભાળશે.
દક્ષિણ ઝોન આવતી નગરપાલિકા મુજબ વલસાડ જિલ્લાની ઉમરગામ, નવસારી જિલ્લાની ગણદૃેવી અને સુરત જિલ્લાની બારડોલી, માંડવી, તરસાદૃી, કડોદરા અને તાપી જિલ્લાની વ્યારા કુલ ૭૭ નગરપાલિકામાં ભાજપે પ્રમુખ, ઉપપ્રમુખ, દૃંડક, પક્ષના નેતા સહિતના હોદ્દેદૃારો નિમણુક પૂર્ણ કરી છે. ભાજપના કાર્યકરોમાં નવી નિમણૂકોને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહૃાો છે. હવે ભાજપ આવનાર દિવસોમાં ૩૪ જિલ્લા પંચાયતોમાંથી ૩૩માં સ્પષ્ટ બહુમતી મેળવી છે. તેવી જ રીતે ૨૬૦ તાલુકા પંચાયતોમાંથી ૨૫૩માં ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે નગરપાલિકાઓમાં નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદૃ, હવે આગામી સપ્તાહમાં તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદૃારોની વરણી કરવામાં આવશે.