અમદાવાદ માં શેર માર્કેટ રોકાણના નામે ૩૧ લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ શિકાર બન્યા

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે થતી સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહૃાા છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે ૩૧ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરિંપડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શેર માર્કેટમાં ભારે નફો કમાવવાની લાલચ આપીને સાયબર ઠગોએ પહેલા વિશ્ર્વાસ જીત્યો અને બાદમાં ટુકડે-ટુકડે લાખો ‚પિયા પડાવી લીધા.

મળતી માહિતી મુજબ, ટ્રાવેલ્સ એજન્સીના વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ પોતાના દૃીકરાને મળવા અમેરિકા ગયા હતા. ત્યાં જ એક અજાણ્યા નંબર દ્વારા તેમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટી કમાણી કરવાની ટિપ્સ આપવામાં આવતી હતી. ગ્રુપના સભ્યો રોજ લાખો ‚પિયાના નફાના સ્ક્રીનશોટ શેર કરતા હતા, જે હકીકતમાં ઠગ ટોળકીના સભ્યો જ હોવાનું સામે આવ્યું છે.

વૃદ્ધે શ‚આતમાં કોઈ ઉતાવળ ન કરતાં લગભગ ૨૫ દિવસ સુધી ગ્રુપની ગતિવિધિઓ નિહાળી હતી. રોજબરોજના નફાના દૃાવા અને સ્ક્રીનશોટ જોઈને તેમને આખરે આ સ્કીમ પર વિશ્ર્વાસ બેસી ગયો હતો.ઠગોના કહેવા મુજબ તેમણે એક ટ્રેિંડગ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં પ્રોફાઇલ બનાવી હતી.

સાયબર ઠગાએ વિશ્ર્વાસ મજબૂત કરવા માટે શ‚આતમાં કમાણીના ૫,૦૦૦ રૂપિયા ઉપાડવા પણ દૃીધા હતા. આથી પ્રેરાઈને વૃદ્ધે અલગ-અલગ હપ્તામાં કુલ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.થોડા સમય બાદૃ એપ્લિકેશનમાં ૨૫ લાખથી વધુનો નફો બતાવવામાં આવ્યો હતો. જોકે જ્યારે તેમણે આ નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને પ્રોસેિંસગ ફીના નામે વધુ રકમ માંગવામાં આવી. સાયબર ઠગોએ વૃદ્ધને જણાવ્યું કે નફાની રકમ મેળવવા માટે પહેલા ટેક્સ અને અન્ય ચાર્જિસ ભરવા પડશે. નફાની લાલચમાં વૃદ્ધે અમદાવાદમાં રહેતા પોતાના મિત્રનો સંપર્ક કરીને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ ૨૧ લાખ ‚પિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

વધારાની રકમ ભર્યા બાદ એપ્લિકેશનમાં નફો વધીને ૪૫ લાખ ‚પિયા દૃર્શાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ફરીથી નફો ઉપાડવાનો પ્રયાસ થયો ત્યારે ઠગોએ વધુ ૨૦ લાખ ‚પિયાની માંગણી કરી હતી.વારંવાર પૈસા માંગવામાં આવતા આખરે વૃદ્ધને શંકા ગઈ અને ભારતમાં પોતાના પરિચિતો સાથે વાતચીત કર્યા બાદૃ તેઓ મોટી સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો ખુલાસો થયો.