
આજે (શુક્રવારે) યુપીમાં સરકારી નોકરીઓ અંગે એક મોટો રાજકીય સંદેશ આપતા, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યુવાનોને રોજગાર આપવાની પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ૯.૫૦ લાખ સરકારી ભરતીઓ પૂર્ણ કર્યા પછી, ૧ લાખ વધુ ભરતી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. હવે આ લક્ષ્ય પણ પૂર્ણ થવાનું છે, પરંતુ નિમણૂકોની પ્રક્રિયા અહીં અટકશે નહીં. કેટલાક નિમણૂક પત્રો રોકી દેવામાં આવશે, જે સરકાર ત્રીજી વખત સરકાર બનાવશે ત્યારે વિતરણ કરવામાં આવશે.મુખ્યમંત્રી યોગીએ આજે લખનૌમાં રિઝર્વ પોલીસ લાઇન્સ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પોલીસ એસઆઇ પદ માટે પસંદ થયેલા ૪,૫૪૩ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.
આ દરમિયાન, મુખ્યમંત્રી યોગીએ નવા પસંદ થયેલા સબ-ઇન્સ્પેક્ટરો સાથે સીધી વાતચીત કરી અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પર પ્રશ્ન ઉઠાવ્યો. મુખ્યમંત્રીએ ઉમેદવારોને પૂછ્યું કે શું કોઈને નોકરી મેળવવા માટે ભલામણની જરૂર છે, શું કોઈ સ્તરે કોઈ વ્યવહાર થયો છે, અથવા કોઈએ લાંચ આપી છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું કોઈએ ધાકધમકી આપીને નિમણૂક પત્રો મેળવવાનો પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી યોગીએ વધુમાં જણાવ્યું કે આજના ઉત્તર પ્રદેશમાં આ શક્ય નથી. તેમણે જણાવ્યું કે ૨૦૧૭ થી ઉત્તર પ્રદેશમાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે, યુવાનોને તેમની યોગ્યતાના આધારે, કોઈપણ ભલામણ, લાંચ અથવા ભેદભાવ વિના નોકરી મળી રહી છે. અગાઉની સરકારોના કાર્યકાળનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ૨૦૦૩ થી ૨૦૧૭ દરમિયાન ભરતી પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતાઓ જાવા મળી હતી. એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં કોઈ બીજાએ અરજી કરી હતી અને નિમણૂક પત્ર કોઈ બીજાને આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આવી નિમણૂકો સંબંધિત કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. જા કોર્ટ કયારેય યુવાનોને તેમની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ આપે તો તેમનું શું થશે તેની તેમને ચિંતા છે. જા કે, તેમણે એમ પણ કહ્યું કે જા યુવાનોના ભવિષ્ય સાથે અપ્રમાણિક રીતે ચેડા કરનારાઓની મિલકત જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેમને ખૂબ આનંદ થશે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે ૨૦૧૭ પહેલા, ઉત્તર પ્રદેશમાં સરકારી ભરતી સૈફઈ સિન્ડિકેટનો પર્યાય બની ગઈ હતી. ઉત્તર પ્રદેશના અન્ય ભાગોના યુવાનોને ભરતી પ્રક્રિયામાં તકોનો ઇનકાર કરવામાં આવતો હતો. પરંતુ આજે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, અને ઉત્તર પ્રદેશના તમામ પ્રદેશોના યુવાનોને સમાન તકો મળી રહી છે. નોંધનીય છે કે દિવાળી પહેલા, યોગી સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસના બોનસને પણ મંજૂરી આપી છે.