થરાદમાં દારૂ ભરેલી કાર પલટી જતાં બેના મોત, રસ્તા ઉપર બોટલો વેરાઈ!

વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં દારૂની હેરાફેરીના કાળા કારોબાર વચ્ચે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. થરાદના પીલુડા-કરબુણ રોડ પર રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં ઘૂસી રહેલી એક લક્ઝરી કાર પલટી મારી જતાં બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન સરહદ તરફથી એક કાર અત્યંત પૂરઝડપે આવી રહી હતી. આશંકા છે કે પોલીસના ડરથી અથવા વહેલા પહોંચવાની લાયમાં બુટલેગરો કારને પૂરપાટ ઝડપે દોડાવી રહ્યા હતા. પીલુડા નજીક પહોંચતા જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર રસ્તા પર એકાએક ગડથોલીયા ખાવા લાગી હતી. કાર રસ્તાની નીચે ઉતરી જઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારમાં સવાર બંને વ્યકિતઓને બહાર નીકળવાની તક પણ મળી નહોતી અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે તપાસ કરી ત્યારે અકસ્માતની કરુણતાની સાથે એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી. અકસ્માતગ્રસ્ત કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. કાર પલટી ખાવાને કારણે દારૂની સેંકડો બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી અને આખા વિસ્તારમાં દારૂની ગંધ ફેલાઈ ગઈ હતી. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે અકસ્માતનો ભોગ બનેલી કાર દારૂની હેરાફેરી માટે વપરાતી હતી.

ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં હવે એ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના કયા બુટલેગર પાસેથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા શહેરમાં પહોંચાડવાનો હતો. પોલીસ કારના રજીસ્ટ્રેશન નંબર અને