અમદાવાદમાં ૨ વર્ષમાં ૪૧ કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ છેલ્લા બે વર્ષના વિગતવાર આંકડા રજૂ કર્યા હતાં જેમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી અંદાજે ૧૮ કરોડ જેટલો વિદેશી દારૂ ઝડપાયો છે. સાથે સાથે ૨.૬૦ કરોડનો દેશી દારૂ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૨૦.૫૪ કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. ઉપરાંત ૯૦ લાખથી વધુના અન્ય માદક દ્રવ્યો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું ગૃહમાં જણાવાયું.૪૧ કરોડથી વધુનો ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થો ઝડપાયા છે. આ આંકડા એક તરફ કાયદો અમલવારી તંત્રની કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ ગેરકાયદેસર નેટવર્કની હાજરી અંગે પ્રશ્નો ઊભા કરે છે.

વિધાનસભામાં હવે ચર્ચા તેજ બની છે કે દારૂબંધી કાયદા હોવા છતાં શહેરમાં દારૂ અને ડ્રગ્સની આવક કેવી રીતે ચાલુ રહે છે. સપ્લાય ચેઇન તોડવા અને મૂળ સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.