
પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એજી કોલોનીમાં બિહાર સરકારના મંત્રી સંજય ટાઇગરના સત્તાવાર નિવાસસ્થાને મોટી ચોરી થઈ છે. છઠના તહેવાર દરમિયાન ઘર ખાલી હોવાનો લાભ લઈને ચોરો લગભગ ૬૦૦ ગ્રામ સોનું, ૨ કિલો ચાંદી અને ૭ લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગયા. પોલીસે એફએસએલ ટીમ, ડોગ સ્ક્વોડ અને ટાવર ડમ્પની મદદથી તપાસ શરૂ કરી છે.
પટણાના શા†ીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એજી કોલોનીમાં ઘર નંબર બી -૨૦ માં મોટી ચોરીની જાણ થઈ છે. આ ઘર બિહાર સરકારના મંત્રી સંજય ટાઈગરનું છે. ૧૪ અને ૧૫ નવેમ્બરની રાત્રે અજાણ્યા ચોરોએ મંત્રીના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે ઘરે કોઈ હાજર નહોતું. મંત્રી અને તેમના ભાઈ છઠ ઉત્સવ ઉજવવા માટે તેમના પૈતૃક ગામ ગયા હતા.
પોલીસને સવારે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે ચોરીની માહિતી મળી હતી. માહિતી મળતાં જ શા†ીનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. પોલીસે એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી. ટાવર ડમ્પનો ઉપયોગ કરીને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઘર એકલું હોવાથી, આસપાસ લોકોની અવરજવર ઓછી હતી. એવી શંકા છે કે ચોરોએ પહેલા ઘરની રેકી કરી હતી અને પછી તક શોધીને ગુનો કર્યો હતો. પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા માટે પ્રયાસો ચાલુ રાખી રહી છે.