સુરેન્દ્રનગરના ચોટીલાના રામપરા ગામની સીમમાં ખેતરમાંથી ગાંજાના ૧૩૦ છોડ મળી આવ્યા

ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) ગામે એએનટીએફ, સીઆઇડી ક્રાઈમ રાજકોટ ઝોન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખેતરમાંથી ગાંજાના ૧૩૦ છોડ મળી આવ્યા છે. અંદાજે રૂ. ૫૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ,એએનટીએફને બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના રામપરા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે એએનટીએફ,સીઆઇડી ક્રાઈમ રાજકોટ ઝોનની ટીમે પીઆઈ જે.જે. ચૌહાણના નેતૃત્વમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ટીમ જ્યારે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાં ગાંજાના છોડ ઉગાડેલા જાવા મળ્યા હતા.

ખેતરમાં તપાસ કરતા કુલ ૧૩૦ ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની બજાર કિંમત અંદાજે રૂ. ૫૯ લાખ જેટલી થાય છે. પોલીસે તમામ છોડ કબજે કરી તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે રામપરા ગામના ભરત માવજીભાઈ બાવળીયાનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

એએનટીએફની ટીમે આ દરોડા દરમિયાન ખેતરની ઝીણવટભરી તપાસ કરી હતી. ગાંજાના છોડને અન્ય પાકની વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. પરંતુ બાતમીના આધારે ટીમે ચોક્કસ જગ્યાએ દરોડો પાડી સમગ્ર વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. આ વાવેતર કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પીઆઈ જે.જે. ચૌહાણના જણાવ્યા મુજબ, ડ્રગ્સના વેચાણ અને વાવેતર સામે છદ્ગ્‌હ્લ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ વ્યÂક્ત ગેરકાયદે રીતે ગાંજા કે અન્ય નશીલા પદાર્થનું વાવેતર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડો તેનો જ એક ભાગ છે. લોકોએ પણ જા આવા વાવેતરની જાણ થાય તો પોલીસને જાણ કરવી જાઈએ.

પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે ચૌહાણ સાથે વાત કરવામાં આવતા તેમના જણાવ્યું હતું કે, ચોબારી અને રામપરા વચ્ચેની સીમમાં ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૫૯ લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરત નામના યુવક દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આણંદપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ચોટીલા પંથકમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ગાંજાનું વાવેતર થતું હોવાની ઘટનાએ પોલીસની ચિંતા પણ વધારી છે. આ ગાંજા ક્્યાં વેચવાનો હતો, તેનો ગ્રાહક કોણ હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. છદ્ગ્‌હ્લ અને સ્થાનિક પોલીસ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, યુવાનોને નશાના રવાડે ચડાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જાઈએ. ગાંજા જેવા નશીલા પદાર્થોથી સમાજ બરબાદ થઈ રહ્યો છે. યુવાનો આ વ્યસનમાં ફસાઈને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે.