સુરત રેલવે સ્ટેશન પર ડીઆરઆઇનું મેગા ઓપરેશન,૧ કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ

ગુજરાતના આર્થિક પાટનગર સુરત ફરી એકવાર ડ્રગ્સ તસ્કરીનું એપીસેન્ટર બન્યું હોય તેવું લાગી રહૃાું છે. ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ૧ કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સ સાથે એક નાઈજીરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં વિદૃેશી મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતી ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ડીઆરઆઇના અધિકારીઓને બાતમી મળી હતી કે, મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ટ્રેન સંખ્યા ૧૨૯૦૪, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદૃાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ માહિતીના આધારે, ડીઆરઆઇ ટીમે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ કોચ એચ-૧ ની સીટ નંબર એ-૨ પર તપાસ શરૂ કરી. અહીં મુસાફરી કરી રહેલી નાઈજીરિયન મૂળની મહિલા, અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ બાદૃ તેની બેગની તલાશી લેવામાં આવતા ચોંકાવનારો જથ્થો મળી આવ્યો.

મહિલાની બેગની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તપાસ દરમિયાન ૧૦ લાખની િંકમતનું ૫૦ ગ્રામ કોકેઈન અને અંદૃાજે ૯૦ લાખની િંકમતનું ૯૫૦ ગ્રામ મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આમ,ડીઆરઆઇ દ્વારા કુલ મળીને અંદૃાજે ૧ કરોડ રૂપિયાથી વધુની િંકમતનું ડ્રગ્સ ઝડપી પાડીને કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો માત્ર એક નાઈજીરિયન મહિલા પૂરતો સીમિત નથી. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય હોવાની પ્રબળ શક્યતા છે.ડીઆરઆઇનો અંદૃાજ છે કે આ નશીલા પદૃાર્થોનો જથ્થો દૃેશના વિવિધ મોટા શહેરોમાં સપ્લાય કરવાનો હતો. હાલમાં ધરપકડ કરાયેલી નાઈજીરિયન મહિલાની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.ડીઆરઆઇના અધિકારીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક અને વિદૃેશી પેડલરોની માહિતી મેળવવા માટે સઘન તપાસ કરી રહૃાા છે.

એસી ફર્સ્ટ ક્લાસ જેવા પ્રીમિયમ કોચમાં વિદૃેશી નાગરિક દ્વારા આટલા મોટા પાયે ડ્રગ્સની તસ્કરી થતા રેલવે સ્ટેશનો પરની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત સહિતના મુખ્ય રેલવે જંકશનો પર હવે બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિૃવસોમાં આ તપાસના તાર વધુ ઊંડા ઉતરે તેવી સંભાવના છે.