સુરત શહેરમાં ક્રાઇમની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ફરી એકવાર શહેરની કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. એક યુવકની નિર્મમ હત્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. વિગતો મુજબ પરિણીત મહિલાની છેડતી કરવાનો આરોપ બાદ યુવકની હત્યા કરાઇ છે.
પ્રાથમિક વિગતો મુજબ અલથાણ વિસ્તારમાં રહેતા રાહુલ રાજપૂત નામના યુવકનું હુમલામાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પર એક પરિણીત મહિલાની છેડતી કરવાનો આરોપ હતો. મહિલાએ આ બાબતની જાણ પોતાના પતિને કરતાં સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. આરોપી રાજીવ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદૃ મામલો િંહસક સ્વપ ધારણ કરી ગયો હતો. ગુસ્સે ભરાયેલા રાજીવએ રાહુલ પર સિમેન્ટના પતરાથી હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હુમલાના કારણે રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઘા લાગવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં અલથાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રાજીવને પકડી પાડ્યો છે.