સુરતમાં ફ્રી ફાયર ગેમની દોસ્તીમાં આબરુનું લિલામ, વિધર્મીએ યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી

સુરતમાં ફરી એક વાર યુવતી પર અત્યાચારની ઘટના સામે આવી છે. આ વખતે સોશિયલ મીડિયા થકી પરિચય કેળવી એક વિધર્મી યુવકે યુવતીને જાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધી ગર્ભવતી બનાવી અને તરછોડી દીધી હતી.

સુરતના પુણા વિસ્તારની એક યુવતી ઓનલાઈન ગેમ અને ‘પબજી’ રમવાની શોખીન હતી. આ ગેમ રમતી વખતે કેરલમના હિશામ મુનીર નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો. અને બંને ધીરેધીરે એક બીજાની નજીક આવી ગયા હતા. અને મિત્રતા લવલાઇફ સુધી પહોચી ગઇ હતી. વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો.

આરોપી હિશામ મુનીરે તેને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સતત શોષણને કારણે યુવતી ગર્ભવતી બની હતી. જેવી યુવતીએ ગર્ભવતી હોવાની અને લગ્ન કરવાની વાત કરતા આરોપી હિશામ યુવતિને છોડી ફરાર થઈ ગયો હતો. જેને લઇ યુવતીએ સુરત પરત આવી પુણા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેરલમના યુવક હિશામ મુનીરની ધરપકડ કરી છે.