સુખસર વિસ્તારમાં અકસ્માતે અવસાન પામનારના પરિવારને છેલ્લા એક વર્ષથી PMSBY ની સહાય માટે ખાતાકિય ધકકા

સુખસર વિસ્તારના બલૈયા સ્થિત ગુજરાત ગ્રામિણ બેંકમાં ખાતુ ધરાવતા મકવાણા કિરણભાઈ રમેશભાઈનુ ગત તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ અકસ્માતે દુ:ખદ અવસાન થયુ હતુ. પરિવાર પર આવેલા આ દુુ:ખ બાદ તેમને આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી ‘પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના’(પીએમએસબીવાય)અંતર્ગત મળવાપાત્ર વીમાની રકમ મેળવવા માટે બેંકમાં સત્તાવાર કલેઈમ અરજી કરાઈ હતી. જોકે અત્યંત દુ:ખદ બાબતે એ છે કે, મૃતકના વારસદાર તથા અરજીકર્તા મકવાણા રમેશભાઈ લક્ષ્મણભાઈ છેલ્લા એક વર્ષથી વીમાની રકમ મેળવવા માટે બલૈયા સ્થિત ગુજરાત ગ્રામિણ બેંકના વારંવાર ધકકા ખાવા મજબુર બન્યા છે. અનેકવાર મોૈખિક તેમજ લેખિત રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી વીમાની રકમ ચુકવવા અંગે કોઈ જ ઉકેલ આવ્યો નથી. એક તરફ પીડિત પરિવાર પોતાના સ્વજનના અકસ્માતે થયેલા આકસ્મિક અવસાનનો આઘાત સહન કરી રહ્યો છે. તો બીજી તરફ સરકારની આશિર્વાદ‚પ વીમા યોજનાનો લાભ મેળવવા માટે એક વર્ષથી બેંકના ધકકા ખાવા પડી રહ્યા છે. સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને અકસ્માતન સમયે આર્થિક સુરક્ષા પુરી પાડવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શરતોને આધિન ૨ લાખનુ વીમા કવચ આપવામાં આવે છે. પરંતુ જયારે વીમાનો વ્યાજબી હકક મેળવવા માટે પણ સામાન્ય નાગરિકોને વર્ષો સુધી ભટકવુ પડે, ત્યારે બેંકની કાર્યપ્રણાલી અને વીમા કલેઈમની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.