
દાહોદની ઝાલોદ રોડ કુમારશાળાના બાળકો છેલ્લા છ વર્ષથી ટેકનિકલ સ્કૂલના સુવિધા વિનાના ઓરડામાં ભણવા માટે મજબૂર.
આ શાળાના નવા બાંધકામની ફાઈલ ક્યાં અટવાઇ? તે એક વિચાર માંગતો કોયડો!!.
દાહોદ શહેરમાં ઇસવીસન ૧૯૭૦માં શ થયેલ ઝાલોદ રોડ કુમાર શાળાનું મકાન અત્યંત જર્જરીત થઈ જતાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦માં શાળાના તે મકાનને જર્જરીત જાહેર કરીને તંત્ર દ્વારા તે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે દાહોદ શહેરમાં આવેલી ટેકનિકલ સ્કૂલના મકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાતને પણ છ વર્ષ વીતી ગયા, તેમ છતાં હજુ પણ જવાબદાર તંત્ર દ્વારા તે શાળાના જુના મકાનને ડિમોલિશન કરવાની કે નવા મકાનના બાંધકામની કોઈ કામગીરી શ ન થતા તે શાળામાં ભણતા બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બાળકોને શાળામાં આવવા જવા માટે સરકાર દ્વારા વાહન વ્યવસ્થા કરાઈ પરંતુ વાહન પકડવા માટે દૂર સુધી જવું પડે છે. આ બાળકો માટે ટેકનિકલ સ્કૂલમાં અમુક મ ફાળવવામાં આવ્યા છે. જ્યાં એક તરફ ટેકનિકલ સ્કૂલનો જુનો સામાન પડેલો જોવા મળી રહ્યો છે. તેમજ આ જ બિલ્ડિંગમાં સખી વન સ્ટોપ સેન્ટર પણ ચાલે છે. જેથી તે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચોક્કસપણે ખલેલ પહોંચે છે. સાથે જ ઓછા મના કારણે બાળકોને ગેલેરીમાં પણ બેસાડવા પડે છે. શહેરના સ્ટેશન રોડ ઉપર ઇસવીસન ૧૯૭૦થી ઝાલોદ રોડ કુમારશાળા શ કરવામાં આવી હતી. પરંતુ પાંચ દાયકા બાદ ઝાલોદ રોડ કુમાર શાળાના મકાનની હાલત અત્યંત જર્જરીત થઈ જતા તંત્રએ સાવચેતીના ભાગપે બાળકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગપે નવું બિલ્ડીંગ બનાવવાની તજવીજ હાથ ધરી નવું મકાન બને ત્યાં સુધી તે શાળાના બાળકોને ટેકનિકલ સ્કૂલના બિલ્ડિંગમાં બેસાડવા માટે વાલીઓને સંમત કર્યા હતા. શાળાનું નવું મકાન બનશે તેવી આશામાં વાલીઓએ પણ સંમતિ આપી હતી. પરંતુ આ વાતને છ વર્ષ વીતી ગયા છતાં તંત્ર દ્વારા જર્જરિત મકાનનું ડિમોલિશન કરવાની કે નવા મકાનના બાંધકામની કોઈ જ તસ્દી લેવામાં ન આવતાં આ સમસ્યા સર્જાઈ છે.
આ મામલે વાલી પ્રકાશભાઈ પરમારે જણાવ્યું કે,”શાળા જર્જરીત જાહેર થઈ ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી શાળાઓ બની પરંતુ આ શાળા હજીયે એ જ સ્થિતિમાં છે. આ શાળામાં મારા દાદા, પિતા અને હું પોતે ભણ્યો છું. શહેરની આ સૌથી જૂની શાળા છે. આ અંગે અમે ભેગા થઈને જીલ્લા વિકાસ, કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ કયા કારણોસર કામ નથી થઈ રહ્યું, તે ખબર નથી પડતી. સરકારે બાળકોને શાળાએ જવા આવવા માટે વાહનની વ્યવસ્થા કરી છે. જેથી બાળકોને સમય કરતા વહેલા મોકલવા પડે છે. અને શાળા છૂટ્યા પછી બાળકો ઘરે પણ મોડા પહોંચે છે. વહેલી તકે શાળાનું નવ નિર્માણ થાય તે અત્યંત જરી છે.”૧૯૭૦માં ઝાલોદ રોડ કુમારશાળાનું બાંધકામ થયું, ત્યારથી તે શાળા ત્યાં જ ચાલુ હતી. પરંતુ ૨૦૨૦મા શાળાનું મકાન અત્યંત જર્જરીત થતાં બાળકોની સલામતીને ધ્યાને રાખી બાળકોને ટેકનિકલ સ્કૂલમાં શિફ્ટ કર્યા હતા. વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ઓરડાઓની સંખ્યા ઓછી હોવાને કારણે અહીં અમે બે પાળીમાં શાળા ચલાવીએ છીએ. ઝાલોદ રોડ કુમારશાળા અને ઝાલોદ રોડ ક્ધયાશાળા એમ બંને પાળી પદ્ધતિથી ચલાવીએ છીએ. અમે અન્ય મકાનની પણ માગણી કરી હતી. અને હાલ પણ અમારી તે માગણી ચાલુ છે જે મૂળ બિલ્ડીંગ હતું. ત્યાં તે એ જ સ્થિતિમાં છે અને ડિમોલિશનના આદેશની રાહ જોઈ રહ્યું છે.”ચિરાગ પટેલ. આચાર્ય ઝાલોદ રોડ કુમારશાળા. વાલી મુકેશભાઈ મોહનિયાએ જણાવ્યું કે,”અમે પણ આ શાળામાં અભ્યાસ કર્યો છે. શાળાનું મકાન જર્જરી હાલતમાં છે, છતના પોપડા પડે તેવી પરિસ્થિતિ વચ્ચે અમને એમ જણાવવામાં આવ્યું હતું કે, હાલ અન્ય શાળામાં બાળકોને બેસાડીશું. નવું બિલ્ડીંગ તૈયાર થાય એટલે ફરીથી અહીં લઈ આવીશું. પરંતુ આજ દિન સુધી જૂનું બિલ્ડીંગ તોડી તેની જગ્યાએ નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરીનો આરંભ જ થયો નથી. આ અંગે અમે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ પ્રત્યુતર મળ્યો નથી. આસપાસના વિસ્તારોમાં અનેક નવી શાળાઓ બની પરંતુ આ શાળાનું કામ હજી શ નથી થયું .
આ મામલે મીડિયા સાથેના ટેલીફોન સંપર્કમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતસિંહ બારીયાએ જણાવ્યું કે, ” આ વિશે મને કંઈ જાણકારી નથી. આ કામ ક્યાં અટકેલું છે? તે તપાસ કરીને જણાવીશું.
ઉલ્લેખનીય છે કે, નવી શાળા માટે જમીન ફાળવવાની વાત હોય તો જર સમય લાગે તે માનવા જેવી વાત છે. પરંતુ આ તો શાળાનું જર્જરીત જાહેર કરાયેલ બિલ્ડીંગનું ડિમોલિશન કરી તે જ જગ્યાએ નવું બિલ્ડીંગ બાંધવાનું છે. તો પછી આ જર્જરીત જાહેર કરાયેલ શાળાનું ડિમોલિશન કરી તે જગ્યાએ શાળાનું નવું બાંધકામ કરવામાં કયા મુહૂર્તની રાહ જોવાઈ રહી છે? તે તો તંત્ર જ જાણે!!!!!!