શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલનું એસ.એસ.સી.માં ઝળહળતું પ્રદર્શન

આજરોજ જાહેર થયેલ ધોરણ-૧૦ (એસ.એસ.સી.) બોર્ડની પરીક્ષાના પરિણામમાં શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલનુ ૭૫% પરિણામ આવેલ છે. સૌથી મોટી વિશેષતા એ રહી છે કે, શાળાની ક્ધયાઓનું પરિણામ ૧૦૦% આવ્યું છે, જે સ્ત્રી શિક્ષણના પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ પૂ‚ં પાડે છે.

દિવાન રેહાનશાહ ૬૯.૩૩% ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. વાઘેલા જન્નત ૬૫.૦૦% ગુણ સાથે શાળામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. આ ઝળહળતી સફળતા બદલ ટ્રસ્ટના હોદ્દેદારો અને આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે જ શાળાએ આ ગૌરવ મેળવ્યું છે.