
ભારતીય શેરબજારમાં શુક્રવારે સતત પાંચમા ટ્રેડિંગ દિવસે ઘટાડો જાવા મળ્યો. દિવસભર વેચવાલીનું દબાણ રહ્યું અને ટ્રેડિંગના અંત સુધીમાં, સેન્સેક્સ ૩૩૨ પોઈન્ટ ઘટીને ૭૬,૦૫૯.૭૭ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૧૦૨ પોઈન્ટ ઘટીને ૨૩,૭૬૭.૪૫ પર બંધ થયો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, યુએસ-ઈરાન તણાવ અને વિદેશી રોકાણકારોમાં ચિંતાને કારણે રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે. આ અસર લાર્જ-કેપ શેરોથી લઈને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર સુધીના તમામ ક્ષેત્રોમાં અનુભવાઈ.
શુક્રવારે, સેન્સેક્સ ૦.૪૩ ટકા ઘટ્યો, જ્યારે નિફ્ટી પણ ૦.૪૩ ટકા ઘટ્યો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૧૦ ટકા ઘટીને બંધ થયો, અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩૨ ટકા ઘટીને બંધ થયો. આખા અઠવાડિયા દરમિયાન, સેન્સેક્સ લગભગ ૨,૧૦૦ પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી લગભગ ૨.૩ ટકા ઘટ્યો.
૫૦ માંથી ૩૬ નિફ્ટી શેરો લાલ નિશાનમાં બંધ થયા. એટરનલ, બજાજ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી મોટા ઘટાડામાં સામેલ હતા.એચસીએલ ટેક, સિપ્લા અને વિપ્રોએ મજબૂતી દર્શાવી અને ટ્રેડિંગ સત્રનો અંત વધારા સાથે કર્યો.ખાસ કરીને, ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી ઓટો સૌથી વધુ ઘટ્યો, ૧.૧૦% ઘટ્યો. મેટલ, રિયલ્ટી અને તેલ અને ગેસ ક્ષેત્રો પણ દબાણ હેઠળ રહ્યા. જાકે આઇટી,પીએસયુ બેંક અને મીડિયા સૂચકાંકોમાં ખરીદી જાવા મળી, જેનાથી આ ક્ષેત્રોને થોડો ટેકો મળ્યો.બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો હતો. બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ પ્રતિ બેરલને પાર કરી ગયું,
જેના કારણે ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે વધતા ફુગાવા અને આયાત બિલ અંગે ચિંતા વધી. વધુમાં, યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાથી વિદેશી રોકાણકારો ઉભરતા બજારોમાંથી ભંડોળ પાછું ખેંચી લેશે તેવી આશંકા વધી. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો પર નવા ટેરિફની જાહેરાતથી પણ વૈÂશ્વક બજારની ભાવના વધુ ખરાબ થઈ. ભારત પર ૧૦ ટકા વધારાના ટેરિફ લાદવાના સમાચારે પણ રોકાણકારોની ચિંતા વધારી દીધી.