ટીવી ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં ડ્રગ્સનું પણ બજેટ હોય છે, મેં પણ બધા નશા કર્યા છે,અભિનેત્રીનો ખુલાસો

નારાયણી છેલ્લા ૨૫ વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો ગણાય છે

ટેલિવિઝનની એક ટોપ અભિનેત્રીએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જાણીને તમે દંગ રહી જશો. ટીવી ઈન્ડસ્ટ્રી અને કલાકારો દ્વારા થતા નશા સંબંધિત એક મોટું નિવેદન આપ્યું છે. તેણે પોતે પણ કબૂલ્યું કે તે બધા પ્રકારના નશા કરી ચૂકી છે. એટલું જ નહીં અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો કે ટીવી ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓ માટે ડ્રગનું બજેટ બનતું હતું, અનેકવાર તો શુટિંગ સુદ્ધા કેન્સલ કરવાનો વારો આવતો હતો. અભિનેત્રી નારાયણી શાત્રીએ હાલમાં જ સિદ્ધાર્થ કાનના પોડકાસ્ટમાં દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત વિશે વાત કરી.

અભિનેત્રીનું કહેવું છે કે ડ્રગ્સ જ અભિનેતાના મોતનું કારણ બન્યું. તેમણે કહ્યું કે, ‘તેમણે આત્મહત્યા કેમ કરી એ મારી સમજ બહાર છે. પરંતુ મને લાગે છે કે ડ્રગ્સ જ કારણ છે. પહેલા અમારી ઈન્ડસ્ટ્રીમાં પાર્ટીનું બજેટ બનતું હતું કે દારૂનું કેટલું બજેટ હશે, હવે ડ્રગ્સનું બજેટ હોય છે.’અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તમે તેને પસંદ કરો કે ન કરો, પરંતુ હું પોતે પણ આ જાઈને શોક હતી કે ડ્રગ્સનું પણ બજેટ હોય છે. આથી અનેક વર્ષોથી મે પાર્ટી કરવાનું બંધ કરી દીધુ. હવે એવી પાર્ટીઓ નથી થતી કે જ્યાં ગીતો ચાલે છે ચલો ડાન્સ કરો, હવે પાર્ટીઝ એકદમ અલગ હોય છે, સંપૂર્ણ રીતે અલગ.

અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો કે ટીવી ઈન્ડસ્ટ્રીની મોટા પાર્ટીઓમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો ઉપયોગ નથી થતો, પરંતુ નાની પાર્ટીઓમાં ઓપનલી ડ્રગ્સ વપરાય છે. તેણે કહ્યું કે, દરેક જાણે છે કે બધા નશો કરે છે. હું પર્સનલી નથી જાણતી કે કોણ નશો કરે છે, પરંતુ હું એવી જગ્યાએ ગઈ છું, જ્યાં મે લોકોને ડ્રગ્સ લેતા જાયા છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે હું સતી સાવિત્રી બનવાની કોશિશ નથી કરતી, મે મારા જીવનમાં બધા નશા કર્યા છે. પરંતુ મે એક્સપરીમેન્ટની જેમ કર્યા છે કે આ કરવાથી શું થાય છે. નહીં તો તમે ડ્રગ્સમાં ઘૂસી જાઓ, તો જીવનમાં કશું કરી શકશો નહીં. નારાયણીએ વધુમાં કહ્યું કે કોકેનની લત લાગી જાય છે. મને લાગે છે કે કોકેન ઈન્ડસ્ટ્રીને ખાઈ રહી છે. આ દુનિયાને ખાઈ રહી છે. કારણ કે બધા ડ્રગ્સ કરે છે.

હું બહુ ઓછા લોકોને જાણું છું જે ડ્રગ્સ નથી કરતા. હું આ બધુ નહતી કરતી પરંતુ જ્યારે હું આવી જગ્યાએ જતી તો ત્યાં લોકોને જાઈને શોક થતી હતી. અભિનેત્રીને જ્યારે આગળ પૂછાયું કે શું કલાકારો સેટ પર કે વેનિટીમાં ડ્રગ્સ લે છે તો તેણે કહ્યું કે, મારે નામ નથી લેવા પરંતુ આવું બહું થાય છે. અમારું શુટિંગ કેન્સલ થયેલું છે. કારણ કે એક્ટર્સ શૂટ કરવાની હાલતમાં ન હોય. મોંઘા કલાકારો સેટ પર બેઠા છે પરંતુ શૂટ થતું નથી કારણ કે લોકો ઊભા થવાને લાયક હોતા નથી. મારા અંતિમ બે શોઝમાં આવું થતું નથી પરંતુ પાછલા શોઝમાં આવું બહું થયું છે. પોતાના આ વિવાદિત નિવેદન પર અભિનેત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી કે તે ડ્રગ એડિક્ટ નથી. તેણે બધા નશા ફક્ત ટ્રાય કરવા માટે કર્યા હતા. અભિનેત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેણે પહેલીવાર દારૂ પીધો, જેનાથી ખબર પડે કે જા કોઈ તેને છૂપાવીને દારૂ પીવડાવે તો ખબર પડે તે તેનો સ્વાદ કેવો છે.

નારાયણી છેલ્લા ૨૫ વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો ગણાય છે.,૧૯૯૯માં આવેલી ફિલ્મ પ્યાર કોઈ ખેલ નહીંથી અભિનયની કારકિર્દી શરૂ કરી હતી. ,આગે વો સપના બાબુલ કા, કોઈ અપના સા, બાબુલ કી દુઆએ લેતી જા, ક્્યોકી સાસ ભી કભી બહુ થી, શ! કોઈ હૈ, વિક્રમ ઔર વેતાલ, આહટ, ઘર કી લક્ષ્મી બેટીયા, જેવા અનેક શો કર્યા છે. ,નચ બલિયે ૨, જરા નાચ કે દીખા, મીઠુ છૂરી નંબર ૧, જાર કા ઝટકા જેવા રિયાલિટી શો પણ કર્યા છે તથા અલ્ટ બાલાજીની વેબસિરીઝ ગંદી બાતમાં પણ જાવા મળી હતી.