શેરબજારમાં કરોડોનું કૌભાંડ, ઈડીએ કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ જપ્ત કર્યું

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે મોટી ઠગાઈ સામે આવી છે. આ મામલે ઈડીની અમદાવાદ ઝોન ઓફિસે કાર્યવાહી કરી છે અને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિંમાંશુ ભાવસાર, તેના સાથીદારો સાથે, ઉત્તર ગુજરાતમાં અનેક ઓફિસો ખોલી, લોકોને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવતા હતા. ટીમે ૨૯૬ કિ.ગ્રા. સોનું, ૧૧૦ કિ.ગ્રા. ચાંદી, ૭ કિ.ગ્રા. જ્વેલરી, ૫ કરોડ રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો. કુલ ફ્રોડની કિંમત અંદાજે ૧૦.૮૭ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ જીઈમ્ૈં ની નોંધણી વિના રોકાણ ફર્મ ખોલી રોકાણકારોને રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે

હિંમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ઉપર ૬ થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ મામલે તપાસ હાથ ધર્યું છે અને હવે કૌભાંડની વધુ વિગતો મેળવવા માટે તપાસ ચાલુ છે.

આ ઘટનાએ શેરબજારમાં રોકાણ કરતી લોકો માટે ચેતવણી આપી છે કે નોંધાયેલા એજન્સી અને જીઈમ્ૈં નોંધણી વગર રોકાણ કરવાનું જોખમ ભરેલું છે.