
અદાણી દ્વારા વર્ષ ૨૦૨૫ સીએનજીમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. જેના બાદ વર્ષની શરૂઆતમાં જ સીએનસીના ભાવમાં ઘટાડો થતા વાહનચાલકોને મોટી રાહત થશે. ખાસ કરીને રીક્ષાચાલકો પર ભારણ ઘટશે. વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં જ સીએનજી ગેસના ભાવમાં ૧.૨૧ રૂપિયાનો ઘટાડો થયો છે.
૨૦૨૫ નું વર્ષ વાહનચાલકો માટે મોંઘવારીભર્યું રહ્યું હતું. વર્ષ ૨૦૨૫ માં અદાણીએ સીએનજીમાં ચાર વખત વધારો કર્યો હતો. જેને કારણે આ વર્ષમાં સીએનજી ૩.૪૦ રૂપિયા મોંઘું થયું હતું. પરંતું વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં જ રાહતના સમાચાર આવ્યા છે. વર્ષના આરંભે અદાણી ઝ્રદ્ગય્ ના ભાવમાં ૧.૨૧ રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ અદાણી સીએનજીનો નવો ભાવ ૮૧.૧૭ રૂપિયા થયો છે.
ક્યારે ક્યારે વયો ભાવ: ૧ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો, ૬ જુલાઈ, ૨૦૨૩ – ૩૦ પૈસાનો વધારો,૧૬ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૧ ઓગસ્ટ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૨ ઓક્ટોબર, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો ,૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ – ૧ રૂપિયાનો વધારો ,૩ ડિસેમ્બર, ૨૦૨૪ – ૨૨ પૈસાનો વધારો,૨ જાન્યુઆરી, ૨૦૨૫ – ૧.૫૦ રૂપિયાનો વધારો ,૨ ઓગસ્ટ, ૨૦૨૫ – ૧ રૂપિયાનો વધારો,તેના બાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ મા ભાવમાં ૧.૨૧ રૂપિયાનો ઘટાડો કરાયો
અદાણી સીએનજીના વધતા જતા ભાવને કારણે રીક્ષાચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ કારણે રીક્ષા ચાલકોમાં રોષ પણ ફેલાયો હતો. રીક્ષા ચાલકોએ અનેકવાર સરકારમાં સીએનજી ગેસમાં ભાવ ઘટાડવા અંગે રજૂઆત પણ કરી હતી. ત્યારે આખરે તેમની મહેનત રંગ લાવી છે. વર્ષની શરૂઆતમાં જ સીએનજીના ભાવમાં થોડી રાહત મળી છે.