શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગ્રામ પંચાયતમાં તા.16 ડીસેમ્બર નારોજ મીટીંગ ચાલતી હતી. ત્યારે બે આરોપી ઈસમો કંપાઉન્ડમાં આવ્યા હતા અને અમારા ફળીયામાં પાણી મળતું નથી અને તમો લુખ્ખાઓ ભેગા થઈ શેની મીટીંગ કરો છો તેવી બુમો પાડતા હોય ત્યારે ફરિયાદીએ બહાર આવી વારાફરતી બધા ફળીયામાં પાણી આપવામાં આવશે તેમ કહેતા આરોપીઓ જાતિઅપમાનિત કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગ્રામ પંચાયતમાં તા.16 ડીસેમ્બ નારોજ મીટીંગ ચાલતી હતી. ત્યારે બે આરોપીઓ પ્રદિપ કાંતિભાઇ માછી અને કાંતિભાઇ જગાભાઇ માછી જે પંચાયતના કંપાઉન્ડમાં આવ્યા હતા અને બુમો પાડી અમારા ફળીયામાં પાણી મળતું નથી. તમે લુખ્ખાઓ ભેગા થઈ શેની મીટીગ કરો છો તેમ કહેતા બાબુભાઇ ખુશાલભાઇ ચમાર બહાર આવ્યા હતા અને તમે કેમ બુમો પાડો છો અને પાણી વારાફરતી દરેક ફળીયામાં આપવામાં આવે છે. તેમ કહેતા આરોપીએ તું તેમ વચ્ચે બોલે છે તેમ કહી જાતિઅપમાનિત કર્યા હતા અને ફેટ પકડી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે બે આરોપીઓ વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.