
ધોધંબા તાલુકાના રીંછવાણી ગામે રહેતા બુટલેગરના ધરે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન દારૂ અને બીયર મળી કુલ નંગ-2027 કિંમત 5,68,600/-,બોલેરો ગાડી મેક્ષ કાર, મોબાઈલ ફોન નંગ-5 મળી કુલ રૂા.16,38,600/-ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
ધોધંબા તાલુકાના રીંછવાણી ગામે રહેતા બુટલેગર બાબુભાઇ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઇ વણકર પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખેલ છે. તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી.રેઈડ દરમિયમાન ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ તથા બીયરની નાની-મોટી બોટલો નંગ-2027 કિંમત રૂા.5,68,600/-દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.રેઈડ દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ મહિન્દ્રા કં5નીની મેક્ષના નં. જીજે.20.એફ.6397 તથા બોલેરો પ્લસના નંબર-જીજે.07.ડીબી.5204, મોબાઈલ ફોન નંગ-5 મળી કુલ 16,38,600/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડ દરમિયાન બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઇ વણકર, સુનીલ બાબુભાઇ ઉર્ફે બાબુ ચોટલી, અક્ષય બાબુભાઇ રાઠવા, રાજેશભાઇ મનાભાઇ વણકરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.