શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે ૧૫૧મી બિરસા મુંડા જયંતિ નિમિત્તે ’જનજાતિય ગૌરવ દિવસ’ની તૈયારીઓને આખરી ઓપ: મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું.

શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં અંદાજે ૫,૦૦૦થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા અને આદિવાસી લોકનૃત્ય-લોક ડાયરાનું આયોજન કરાયું છે.

શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. જનમેદનીને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. કેશવ ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૫,૦૦૦થી વધુ લોકો એકસાથે બેસી શકે તે માટે મંડપ તેમજ સ્ટેજની નિર્માણ કામગીરી અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ અને સુરક્ષાના સઘન પ્રબંધો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને લોક ડાયરા જેવા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે,કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે આયોજનમાં કોઈ જ કમી ન રહી જાય તે માટે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી જય શુકલ, નાયબ મામલતદાર આશિષ ચૌધરી તેમજ આર.એન્ડ.બી. સ્ટેટના મદદનીશ ઇજનેર પ્રણય રાણા સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓ એ કેશવ ગ્રાઉન્ડ ખાતે ‚બ‚ પહોંચીને સ્થળ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી કામગીરીનું સઘન નિરીક્ષણ કરીને કર્મચારીઓને જ‚રી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી,