
યમનના હુથી બળવાખોરો સાથે લશ્કરી તણાવ વધી રહ્યો છે, ત્યારે સાઉદી અરેબિયાએ અનેક શહેરો માટે ચેતવણી જારી કરી છે. સાઉદી નાગરિક સંરક્ષણ વિભાગે તૈફ, જેદ્દાહ, અભા, અલ-ઉલા, જાઝાન અને યાન્બુ માટે ચેતવણી જારી કરી છે, જેમાં લોકોને શાંત રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને નજીકના સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરવામાં આવી છે. સોમવારે, હુથી હુમલામાં ૧૩ લોકો ઘાયલ થયા હતા અને અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું હતું. હુથીઓએ દક્ષિણ સાઉદી અરેબિયાના ખામિસ મુશૈતમાં કિંગ ખાલિદ એર બેઝ પર ડઝનેક મિસાઇલો અને ડ્રોન છોડવાનો દાવો કર્યો હતો, જ્યારે સાઉદીની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને જણાવ્યું હતું કે હુમલાઓ નાગરિક વિસ્તારોને પણ અસર કરે છે.
હૌથી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીના જણાવ્યા અનુસાર, હુમલાઓમાં ખામિસ મુશૈતમાં કિંગ ખાલિદ એર બેઝ પર એરક્રાફ્ટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળા ડેપોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. જાકે, સાઉદી લશ્કરી પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલકીએ એરબેઝને નુકસાનની પુષ્ટિ કરી નથી. તેમણે કહ્યું કે સોમવારે ખામિસ મુશૈત, આભા અને તૈફમાં નાગરિક લક્ષ્યો પર બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૩ નાગરિકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સાત ઘરો અને બે વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે.
હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં પોતાનો કબજા મજબૂત કર્યો છે, ગ્રેટર હાનિશ અને લેસર હાનિશ ટાપુઓ પર કબજા કર્યો છે. આ ટાપુઓ બાબ અલ-મંડેબ સ્ટ્રેટથી લગભગ ૧૬૦ કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. બાબ અલ-મંડેબ લાલ સમુદ્રને ખુલ્લા સમુદ્ર સાથે જાડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. હુથીઓની આ પ્રગતિથી તેમને વ્યૂહાત્મક ફાયદો પણ મળ્યો છે, જે જીબુટીમાં યુએસ લશ્કરી મથકની નજીક પહોંચી ગયો છે. અગાઉ, બળવાખોરોએ બંદર શહેર મોખા અને માયુન ટાપુ પર પણ નિયંત્રણ મેળવ્યું હતું.
પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં નુકસાન પામેલી સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ તેલ પાઇપલાઇનને સંપૂર્ણ ક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં ત્રણથી પાંચ અઠવાડિયા લાગી શકે છે. આશરે ૧,૨૦૦ કિલોમીટર લાંબી આ પાઇપલાઇન પૂર્વી સાઉદી અરેબિયાથી લાલ સમુદ્ર પર આવેલા યાન્બુ બંદર સુધી ક્રૂડ ઓઇલનું પરિવહન કરે છે. ત્યાંથી, તેલ ટેન્કરો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે. અધિકારીઓ કહે છે કે સમારકામ દરમિયાન પાઇપલાઇન આંશિક રીતે કાર્યરત રહી શકે છે, પરંતુ તેની વાસ્તવિક ક્ષમતા અસ્પષ્ટ છે. સાઉદી અરેબિયાએ આ હુમલા માટે ઇરાકમાં કાર્યરત ઇરાન સમર્થિત લશ્કરના ડ્રોનને જવાબદાર ઠેરવ્યા છે.
રાયસ્ટાડ એનર્જી અનુસાર, ઓગસ્ટના અંતથી પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન દરરોજ સરેરાશ ૨.૬ મિલિયનથી ૪ મિલિયન બેરલ તેલનું પરિવહન કરી રહી છે. તેના કામકાજને સંપૂર્ણ રીતે બંધ કરવાથી વૈશ્વિક બજારમાં તેલના આટલા નોંધપાત્ર જથ્થાની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે. પાઇપલાઇન હુમલાના સમાચાર બાદ, તેલના ભાવમાં બે ટકાથી વધુનો વધારો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ઇં૧૦૯ પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. વિશ્લેષકો માને છે કે લાંબા સમય સુધી પાઇપલાઇન બંધ રહેવાથી સાઉદી અરેબિયાને વૈકલ્પિક તેલ પુરવઠા માર્ગો પર વધુ આધાર રાખવો પડશે, જે સંભવતઃ પરિવહન ખર્ચ અને ડિલિવરી સમય બંનેમાં વધારો કરશે.