સંતરામપુર તાલુકાના ભાણા સીમલા ગામના પી.એમ.આવાસ યોજના લાભથી લાભાર્થી વંચિત

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાભાર્થી લાભોથી વંચિત સરકારે જાહેર કરેલો ગામડે ગામડે કોઈનું કાચું મકાન રહેશે નહીં. પાકુ મકાન બધાનો બનશે તેનો લક્ષ્યાંક પણ આપવામાં આવેલું હતું, પરંતુ હજુ પણ સંતરામપુર તાલુકાના અંતારીયા વિસ્તારમાં આવેલું ભાણા સીમલ ગામે કુકડા ફળિયામાં રહેતા ડામોર કમજીભાઈ સુખાભાઈ હજુ પણ માટીના કાચા મકાનમાં રહે છે. પાકા મકાન માટે અનેકવાર તલાટીને પણ રજૂઆત કરેલી પણ અત્યાર સુધી પાકું મકાન આપવામાં આવેલું નથી અને તેનો લાભ અત્યાર સુધી મળવામાં આવેલો નથી ભાણા સીમલ ગામે મોટાભાગના લાભાર્થીઓને મકાન આપવા માટે અગાઉ પણ તલાટી અને અન્ય કર્મચારી દ્વારા સર્વે પણ કરી ગયા હતા તો અત્યાર સુધી કોઈ આવકનો લાભ આપવામાં આવેલો જ નથી. સરકારે જાહેર કરી રકમ આવાસ માટે એક લાખ 80 હજાર રૂપિયા ચુકવણી કરતી હોય છે ત્યારે બીજા લાભાર્થીએ પોતાનો રકમ ઉમેરીને મકાન બનાવવાનું હોય ગામમાં સર્વે કરવા માટે આવેલા મેં મારા મકાનનું સર્વે કરવા માટેનું જણાવેલું પણ સર્વે પણ ના કરી ગયા અને લાભ પણ આપવામાં આવેલો નથી. અત્યારે હું કાચા મકાનમાં રહી રહ્યો છું હું મજૂરી કામ કરૂં છું મારૂં પરિવાર ગરીબ પરિવારને ગુજરાન ચલાવી રહ્યા છે. મજૂરી કરીને અમને કોઈ સરકારી આજ દિન સુધી લાભ પણ આપવામાં આવેલો નથી ડામોર કમજીભાઈ સુખભાઈ, ભાણા સીમલ કુપડા ફળિયા તપાસ છેલ્લા ચાર થી પાંચ વર્ષ અત્યાર સુધીમાં વડાપ્રધાન આવાસ યોજના અગાઉ લાભાર્થીઓને લાભ આપેલા પરંતુ સાચા લાભાર્થીઓને આજની સુધી લાભ આપવામાં આવેલો જ નથી.

સિસ્ટમમાં ભૂલ જીલ્લા સુધી એક લાખ 80 હજાર માં મકાનની કામગીરી પૂર્ણ થતી નથી પરંતુ તેમ છતાં કેટલાક લાભાર્થીઓને જુના મકાનો પર ફોટા બતાવીને રકમ ઉપાડી લેતા હોય કે તે પણ તપાસમાં વિષય બન્યો. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ દર વર્ષે લાખો કરોડ રૂપિયા લાભાર્થીઓ પાછળ ચુકવણી કરતા હોય છે તેમ છતાં હજુ પણ સંતરામપુર તાલુકાના 50 ટકા પણ મકાનો આવાસ યોજના પાછળ જોવા મળતા નથી. જ્યારે સંતરામપુર તાલુકાના વિધવા બહેનો ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓને સરપંચો તલાટી અને કે અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું જ નથી અને સાચા લાભાર્થી અને તેનો લાભ મળતો જ નથી. યાદી મુજબ ગ્રાઉન્ડ લેવલે સંતરામપુર તાલુકામાં આવાસોની તપાસ કરવામાં આવે તો સ્થળ ઉપર તમને આવશ્ય જોવા નહીં મળે એ ખરેખર ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થવી જ જોઈએ અને તપાસનો વિષય બન્યો છે.