અમેરિકામાં ગુજરાતની દીકરીએ ગુજરાત નું ગૌરવ વધાર્યું ધો.4 માં અભ્યાસ કરતી વેદાંશી સોનીએ શાળામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ કમાંક મેળવ્યો અને ત્રણ મિનિટની સ્પીચ આપી

અમેરિકા ખાતે વેટરન્સ ડે પ્રસંગે વેદાંશી સોનીનો ગૌરવસભર સન્માન.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની વતની હાલ અમેરિકામાં ધોરણ-4માં અભ્યાસ કરતી ગુજરાતની દીકરી વેદાંશી સોનીએ શાળામાં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૈનિકોની સેવા, સમર્પણ અને દેશપ્રેમ અંગે નિબંધ લખી શાળામાં પ્રથમ કમાંક મેળવ્યો હતો. જેથી શાળા દ્વારા સ્કૂલના વિશાળ ઓડિટોરીયમમાં વિશાળ આયોજન કર્યું હતું. જેમાં વેદાંશીએ ત્રણ મિનિટની સ્પીચ આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું. ધોરણ-4માં અભ્યાસ કરતી વેદાંશી સોનીએ શાળામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ કમાંક મેળવ્યો હતો અને વેજલપુર, કંચનલાલ મોહનલાલ સોનીની પૌત્રી વેદાંશી સોની, જે હાલમાં મેકેનિક્સબર્ગ, પેનસિલ્વેનિયા (ઞજઅ) ખાતે રહે છે અને ચોથી ધોરણમાં અભ્યાસ કરે છે, તેને હેમ્પડેન એલિમેન્ટરી સ્કૂલમાં યોજાયેલા વેટરન્સ ડે કાર્યક્રમમાં ભાષણ માટે કુલ 120 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી તરીકે પસંદ કરવામાં આવી હતી. નવેમ્બર 2025 નારોજ સવારે 11 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં ઞજ અળિુ, ઞજ ખફશિક્ષય ઈજ્ઞિાત અને ઞજ અશિ ઋજ્ઞભિયના આશરે 50 નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. વેદાંશીએ સૈનિકોની સેવા, સમર્પણ અને દેશપ્રેમ અંગે 3 મિનિટનું ભાષણ આપ્યું હતું. વેદાંશીને ખુબજ માન સન્માન આપવામાં આવ્યું હતું.

સ્કૂલના વિશાળ ઓડિટોરીયમમાં 900 થી વધુ લોકો ઉપસ્થિત રહયા હતા અને વેદાંશીના આત્મવિશ્ર્વાસભર્યા, સ્પષ્ટ અને હૃદયસ્પર્શી ભાષણની સર્વત્ર પ્રશંસા થઈ હતી. વેદાંશી સોનીની આ અદભૂત સિદ્ધિએ માત્ર તેના પરિવારને જ નહિ, પરંતુ વેજલપુર તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી તેના પરિવાર જનો આનંદથી ગર્વિત બનાવ્યા છે.