
પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવોએ એકતા નગર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું.
પંચમહાલ જીલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતના લોખંડી પુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા પ્રદર્શિત કરાયેલ વિવિધ શસ્ત્રો તથા પોલીસ વિભાગ દ્વારા ચાલતી સંરક્ષણ સેવાઓની જાત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના એકતા પરેડ તથા વિવિધ રાજ્યો દ્વારા પ્રસ્તુત કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, વિવિધ કૃતિઓ નિહાળ્યા હતા.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ અવસરે આપેલ ઉદ્બોધનને ઉપસ્થિતોએ રસપૂર્વક સાંભળ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી, કલેકટર અજય દહિયા, જીલ્લા વિકાસ અધિકારી પ્રણય વિજયવર્ગીય, પોલીસ અધિક્ષક હરેશ દુધાત, જીલ્લા અગ્રણી મયંક દેસાઈ, જીલ્લા તથા તાલુકા અગ્રણી પદાધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો તેમજ અધિકારીઓ-કર્મચારીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.