
ઇઝરાયલમાં વિપક્ષી જૂથનું નેતૃત્વ કરતા ભૂતપૂર્વ આર્મી ચીફ અને યાસેર પાર્ટીના નેતા ગાદી આઇઝેનકોટે નવી સરકાર બનાવવાની સંપૂર્ણ તૈયારીનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ નવા નેસેટ (સંસદ)માં પોતાના ફાયદાનો ઉપયોગ કરીને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારને હટાવવા માંગે છે.૬૭ વિપક્ષી સાંસદોમાંથી, ૪૮ ઝાયોનિસ્ટ પક્ષોના છે અને ૧૯ બે આરબ પક્ષોના છે. હાલમાં કોઈપણ જૂથ પાસે ૬૧ બેઠકોની જાદુઈ બહુમતી નથી, જેના કારણે નવી સરકાર બનાવવા માટે ખેંચતાણ શરૂ થઈ રહી છે.
બધા ઇઝરાયલી નાગરિકો માટે લશ્કરી સેવા ફરજિયાત બનાવવામાં આવશે. આ લશ્કરી ડ્રાફ્ટમાંથી મુÂક્તની વ્યવસ્થાને સંપૂર્ણપણે નાબૂદ કરશે. હમાસને આતંકવાદી સંગઠન તરીકે માન્યતા આપવી અને ગાઝા પટ્ટીમાં તેની લશ્કરી ક્ષમતાઓ અને શાસન સત્તાને સંપૂર્ણપણે નાશ કરવાના ધ્યેય પર સંમત થવું જાઈએ. ૭ ઓક્ટોબરની ઘટનાની તપાસ માટે એક કમિશન બનાવવું પણ એક પ્રાથમિકતા છે
પોતાની પ્રાથમિકતાઓ શેર કરતા, આઇઝેનકોટે કહ્યું કે નવી સંસદની રચના થતાં જ, ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના હુમલાઓની નિષ્ફળતાની તપાસ માટે એક રાજ્ય કમિશન બનાવવામાં આવશે. આ ઉપરાંત, આઉટગોઇંગ સરકાર દ્વારા પસાર કરાયેલા વિવાદાસ્પદ ન્યાયિક સુધારા કાયદાઓ રદ કરવામાં આવશે.મડાગાંઠ વચ્ચે, બેનેટના બ’યાચાદ જૂથે યાશર પાર્ટીના વડા ગાદી આઇઝેનકોટને પોતાનો ટેકો આપ્યો છે. તેમણે જાહેરાત કરી કે તેઓ રાષ્ટÙપતિ આઇઝેક હર્ઝોગને ભલામણ કરશે કે આગામી સરકાર બનાવવા માટે આઇઝેનકોટને નામાંકિત કરવામાં આવે. નેસેટ ચૂંટણી પછી રાજકીય ગતિરોધ વચ્ચે, બેનેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે તેમણે મતદારોના નિર્ણયનું સન્માન કરવાનું વચન આપ્યું છે. આઇઝેનકોટે તેમના સમર્થનની જાહેરાત કર્યા પછી બેનેટનો આભાર માન્યો.
ભૂતપૂર્વ સેના પ્રમુખે કહ્યું, “સાથે મળીને, આપણે ઇઝરાયલને ફરીથી સાચા માર્ગ પર લાવીશું.” રાષ્ટÙપતિ હર્ઝોગે રાજકીય નેતાઓને ચૂંટણી પરિણામો સ્વીકારવા વિનંતી કરી છે. ૧૨૦ સભ્યોના નેસેટમાં કોઈપણ મોટા રાજકીય જૂથને સ્પષ્ટ બહુમતી મળી નથી. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ૪ નવેમ્બરના રોજ સત્તાવાર ચૂંટણી પરિણામો પ્રાપ્ત થયા પછી હર્ઝોગ રાજકીય જૂથો સાથે પરામર્શ શરૂ કરશે. શપથ ગ્રહણ કરવાની અંતિમ તારીખ ૧૦ નવેમ્બર છે. જા સરકાર રચાય નહીં, તો ઇઝરાયલે બીજી ચૂંટણી યોજવી પડશે.