ચિરંજીવી અને રામ ચરણે અમિત શાહનું સ્વાગત કર્યું, એઆઇ અને ડીપફેક્સના ખતરા પર ચિંતા વ્યક્ત કરી

સુપરસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણે હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું. બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી પણ હાજર હતા. રામ ચરણે કેટલાક ફોટા શેર કર્યા અને કહ્યું કે તેમણે ગૃહમંત્રી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ડીપફેક્સ પર ચર્ચા કરી. તેમણે આ ખાસ બેઠકના ખાસ ફોટા પણ શેર કર્યા.રામ ચરણે પોતાના અને ચિરંજીવી અમિત શાહને મળતા હોય તેવા ફોટા શેર કર્યા. ઇન્સ્ટાગ્રામ પર ફોટા સાથેના કેપ્શનમાં, તેમણે લખ્યું, “આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મારા પિતા શ્રી ચિરંજીવી કોનિડેલા ગારુ સાથે મળીને સન્માનિત છું.” ફોટામાં પિતા-પુત્રની જાડી કેન્દ્રીય મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તેમને ફૂલોનો ગુલદસ્તો, પ્રતિમા અને પરંપરાગત શાલ ભેટમાં આપે છે.

રામ ચરણે ફિલ્મ ઉદ્યોગ અને તેના હિસ્સેદારો પર એઆઇ અને ડીપફેકની અસર વિશેની તેમની ચિંતાઓ વધુ શેર કરી. તેમણે લખ્યું, એઆઇ અને ડીપફેક ટેકનોલોજીના વધતા દુરુપયોગ અને કલાકારો અને આપણા ઉદ્યોગ પર તેમની ગંભીર અસર અંગેની અમારી ચિંતાઓ પ્રત્યે ગૃહમંત્રીની સમજણ અને સકારાત્મક પ્રતિભાવથી હું ખૂબ જ પ્રોત્સાહિત છું.”

આરઆરઆર અને “રંગસ્થલમ“ જેવી ફિલ્મો માટે જાણીતા અભિનેતા રામ ચરણએ જણાવ્યું હતું કે અમિત શાહે તેમને ખાતરી આપી છે કે સરકાર આ બાબતની તપાસ કરશે અને સલામતીના પગલાં અમલમાં મૂકવા માટે કામ કરશે. તેમણે કહ્યું, “સરકાર આ બાબતને ગંભીરતાથી લેશે, કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકશે અને આવા દુરુપયોગ સામે કડક પગલાં લેશે તેવી તેમની ખાતરી ખરેખર પ્રોત્સાહક છે. હું તેમના સમય, સમજણ અને સમર્થન માટે આભારી છું.”

આરઆરઆર ની બ્લોકબસ્ટર સફળતા પછી, રામ ચરણની ફિલ્મો “ગેમ ચેન્જર” અને “પેડ્ડી” સતત ફ્લોપ રહી, જેનાથી તેમને મોટો ફટકો પડ્યો. “પેડ્ડી” માં બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પણ છે. હવે, અભિનેતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુકુમાર સાથે ફરી જાડાયા છે. તેમની આગામી અખિલ ભારતીય ફિલ્મનું નામ આરસી ૧૭” છે. ગયા અઠવાડિયે હૈદરાબાદમાં ભવ્ય મુહૂર્ત અને પૂજા સમારોહ સાથે આ ફિલ્મ સત્તાવાર રીતે લોન્ચ થઈ હતી. ચિરંજીવીએ આ કાર્યક્રમમાં ‘ખાસ મહેમાન’ તરીકે હાજરી આપી હતી અને ક્લેપબોર્ડ વગાડીને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ નવીન યેરનેની અને વાય. રવિશંકર દ્વારા નિર્મિત, આ ફિલ્મ ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત છે. સુકુમાર અને રામ ચરણ અગાઉ ૨૦૧૮ માં આવેલી ફિલ્મ રંગસ્થલમમાં સાથે કામ કરી ચુક્યા છે, જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મના બાકીના કલાકારો, ટેકનિકલ ક્રૂ, વાર્તા અને શૂટિંગ શેડ્યૂલ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.