
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટે ‘ધરતી આબા’ તરીકે પૂજાતા ભગવાન બિરસા મુંડા નું યોગદાન અદ્વિતીય છે. તેમના બલિદાન અને શૌર્યને સન્માન આપવા માટે તેમની ૧૫૧મી જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર ચય્ેદ્ઘટ્ઠટ્ઠિં ર્ય્vીહિદ્બીહૃં દ્વારા સમગ્ર રાજ્યમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬સુધી ગુજરાતમાં “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ વિશેષ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને આદિજાતિ સમાજના સમૃદ્ધ ઈતિહાસ, તેમની ગૌરવશાળી સંસ્કૃતિ અને માતૃભૂમિ માટેના બલિદાનથી પરિચિત કરાવવાનો છે.
આ રાષ્ટÙવ્યાપી અને રાજ્યવ્યાપી અભિયાનને સફળ બનાવવા માટે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સપ્તાહ દરમિયાન યોજાનાર તમામ નાના-મોટા કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ પી.સી. બરંડા, રમેશ કટારા અને જયરામ ગામીત વિશેષ ઉપસ્થત રહ્યા હતા. આ ઉપરાંત, આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા , મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડા. વિક્રાંત પાંડે, આદિજાતિ વિભાગના સચિવ આલોક કુમાર પાંડે અને નિયામક રચિત રાજ પણ આ માઇક્રો-પ્લાનિંગમાં જાડાયા હતા.
“જન જાતિય ગૌરવ સપ્તાહ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે, પરંતુ મુખ્ય આકર્ષણ રાજ્ય કક્ષાના કાર્યક્રમો રહેશે. રાજ્ય કક્ષાનો ભવ્ય સમારોહ છોટાઉદેપુર જિલ્લામાં યોજાશે, જેની અધ્યક્ષતા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. જ્યારે દક્ષિણ ગુજરાતના મહત્વના આદિજાતિ મથક વલસાડ ખાતે આયોજિત થનાર વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પ્રેરક ઉપÂસ્થતિ નોંધાવશે. આ સિવાય, રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓ અને બાકીના જિલ્લાઓના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં સ્થાનિક મંત્રીશ્રીઓ, સાંસદો અને ધારાસભ્યોના વડપણ હેઠળ મહાનગર કક્ષાના અનેક કાર્યક્રમો સંપન્ન થશે.
આ આઠ દિવસીય ઉજવણી માત્ર ભાષણો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમાં આદિવાસી સંસ્કૃતિના સાચા રંગો જાવા મળશે. આ સપ્તાહ દરમિયાન જનજાતિ યુવા સંવાદ દ્વારા યુવાનોને માર્ગદર્શન અપાશે. દરેક ગ્રામ પંચાયત સ્તરે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રનું વિશેષ પઠન અને તેમની આરતી કરાશે.
ગામડાઓમાં દીપોત્સવ મનાવવામાં આવશે અને આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યોના નાદ સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવશે. આ સાથે, મહિલા સશક્તકરણને પ્રોત્સાહન આપવા મહિલા સંમેલન પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને સ્થાનિક રમતગમતને જીવંત રાખવા પરંપરાગત રમતોત્સવ જેવા અતિ રચનાત્મક કાર્યક્રમો યોજાશે.
આયોજનને જમીન સ્તર પર સફળ બનાવવા વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. આજની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો જાડાયા હતા. તમામ પ્રોજેક્ટ અધિકારીઓ, આદિજાતિ સાંસદો , ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત સંવાદ સાધીને કાર્યક્રમના સરળ સંચાલન માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જયંતિની આ ઉજવણી ગુજરાતના આદિવાસી સમાજના ગૌરવ અને અÂસ્મતાને રાષ્ટÙીય સ્તરે ઉજાગર કરવાનો એક અનોખો પ્રયાસ છે. “જન જાતિય ગૌરવ સપ્તાહ” માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તે આદિજાતિ સમુદાયના ઐતિહાસિક પ્રદાનને સ્વીકારવા અને તેમના સશક્તિકરણને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલું એક નક્કર પગલું છે. આ ઉત્સવ થકી સમાજનો દરેક વર્ગ આદિવાસી સંસ્કૃતિના મૂલ્યોને સમજી શકશે અને દેશના વિકાસમાં તેમના અનિવાર્ય યોગદાનને બિરદાવશે. ઋગ્વેદથી લઈને સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીના આદિજાતિ યાત્રાને આ સપ્તાહ ખરા અર્થમાં જીવંત કરશે.