અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જમીનના વ્યવહારો અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. જમીન Âક્લયરન્સનું કામ કરતા ત્રણ શખસો સામે કુલ ૫૮.૯૨ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ જમીનના વિવાદો ઉકેલી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ જમીનના વેચાણના દસ્તાવેજા પોતાના નામે કરાવી લીધા અને નક્કી કરેલી રકમ ચૂકવ્યા વગર વેપારીને નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપી હતી.
બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણનું કામ કરતા ૪૨ વર્ષીય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ રામીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૨માં તેમનો સંપર્ક કન્સ્ટ્રક્શન અને જમીન Âક્લયરન્સનું કામ કરતા દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જિગ્નેશ હીરપરા સાથે થયો હતો.
ત્રણેય શખસોએ ફરિયાદીની જમીનો સાથે જાડાયેલા વિવાદો દૂર કરી આપવાની ખાતરી આપી હતી. આ પ્રક્રિયામાં થતા ખર્ચના નામે ફરિયાદીની જમીન રૂ.૪૦ કરોડના ઉચક ભાવે વેચાણ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જાકે, જમીનના દસ્તાવેજા થયા બાદ આરોપીઓએ આશરે રૂ.૨૫ કરોડ જ ચૂકવ્યા હતા. બાકીના રૂ.૧૫ કરોડ જમીન Âક્લયરન્સના ખર્ચ અને રોકડ વ્યવહારોના બહાને પોતાની પાસે રાખી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ દરમિયાન ફરિયાદીની સહીઓવાળા વાઉચર પણ મેળવી લેવામાં આવ્યા હતા.ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩ દરમિયાન આરોપીઓએ અન્ય ૫૬ હજાર ચોરસ વાર જમીન ક્લિયર કરાવવાની વાત કરી હતી. આ જમીનનો અડધો હિસ્સો વેચાણ રાખવાનો કરાર થયો હતો અને સમગ્ર જમીનની કિંમત રૂ.૧૨૦ કરોડ નક્કી કરવામાં આવી હતી.
આ સોદામાં ફરિયાદીના ભાગે આવતી રૂ.૬૦ કરોડની રકમમાંથી આરોપીઓએ માત્ર રૂ.૩૩ કરોડ ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂ.૨૭ કરોડ ચૂકવવાના બાકી રાખ્યા હતા. આ ઉપરાંત અન્ય સર્વે નંબરોની જમીનના વેચાણ વ્યવહારોમાં પણ રૂ.૩૬.૮૪ કરોડમાંથી રૂ.૧૬.૯૨ કરોડની રકમ ચૂકવવામાં આવી ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ વારંવાર બાકી નાણાંની માંગણી કરતાં આરોપીઓએ નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. બાકી નીકળતી રકમને સ્કીમમાં રોકાણ તરીકે ગણવામાં આવશે અને તેમાંથી મોટો નફો મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ ખાતરી પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ જમીનના દસ્તાવેજા આરોપીઓના નામે કરાવી આપ્યા હતા. જાકે, તમામ દસ્તાવેજાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપીઓએ સ્કીમમાં રોકાણ અંગે કોઈ લેખિત કરાર કે દસ્તાવેજ આપ્યો ન હતો. પરિણામે ફરિયાદીને પોતાની બાકી રકમ અને રોકાણ અંગે કોઈ સ્પષ્ટતા મળી નહોતી. ફરિયાદી દ્વારા વારંવાર નાણાંનો હિસાબ અને બાકી રકમની માંગણી કરવામાં આવતાં આરોપીઓએ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં, જમીન ક્લિયરન્સની પ્રક્રિયામાં રૂ.૯૦ કરોડનો ખર્ચ થયો હોવાનું દર્શાવી ખોટો હિસાબ રજૂ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.આ સમગ્ર વ્યવહારમાં જમીનના વિવાદો ઉકેલવા અને નવી સ્કીમમાં મોટો નફો અપાવવાની લાલચ આપીને કુલ રૂ.૫૮,૯૨,૧૬,૪૮૭ની રકમનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જિગ્નેશ હીરપરા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.