સંખેડા કોલેજમાં NSS ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

સંખેડાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 13 ઓગસ્ટ, 2026ના રોજ એન.એસ.એસ. ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. દીપપ્રાગટ્ય, પ્રાર્થના અને એન.એસ.એસ. ગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રિયકાન્ત શ્રીમાળીએ આમંત્રિત મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. દીપકભાઈ પટેલે કાર્યક્રમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જાંબુઘોડાની જોરિયો પરમેશ્ર્વર વિનયન અને વિજ્ઞાન કોલેજના વક્તા ડો. મહેશભાઈ વર્માએ રાષ્ટ્રીય સેવા યોજના (ગજજ) વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા. વી.એન. ગામીતે આભાર વિધિ કરી હતી, જ્યારે ડો. સાધના ટાંક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.