સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૫ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
આયુષ બ્લડ બેંક દ્વારા સંખેડા ઈઇંઈ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આયોજકોએ જણાવ્યું હતું કે, રક્તદાન જેવા સામાજીક કાર્યો દ્વારા યુવાનોમાં દેશસેવાની ભાવના જાગૃત થાય તે આ કેમ્પનો મુખ્ય હેતુ હતો.